સાવધાન: નકલી Oximeter Apps તમને બનાવે છે મૂર્ખ, તમારું એકાઉન્ટ થઇ શકે છે સફાચટ્ટ
ઇન્ટરનેટ પર કેટલાક URL / લિંકસ તમારા ઓકિસજન (Oxygen) સ્તરને તપાસવા માટે નકલી મોબાઇલ ઓકિસમીટર એપ્લિકેશન પ્રદાન કરવાની જાહેરાત કરી રહ્યા છે. સાયબર ગુનેગારોએ COVID સંબંધિત એપ્લિકેશનો બનાવવાનું શરૂ કર્યું છે. જે શરીરમાં ઓકિસજન (Oxygen) નું સ્તર ચેક કરે છે. (પ્રતિકાત્મક તસવીર)
લોકો આવી એપ્લિકેશન (Application) મફતમાં ડાઉનલોડ કરે છે અને તેમને લાગે છે કે તે ઝડપી અને સસ્તું છે. પરંતુ આવી એપ્લિકેશનોથી ઓકિસજનના સ્તરની તપાસ કરવી ખૂબ જોખમી છે. એકવાર વપરાશકર્તાઓ એપ્લિકેશન (Application) ને ડાઉનલોડ કર્યા પછી, તે ઓકિસજન (Oxygen) સ્તરને તપાસવા માટે ફોન લાઇટ, કેમેરા અને ફિંગર પ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરે છે. (પ્રતિકાત્મક તસવીર)
જ્યારે તમે એપ ઇન્સ્ટોલ કરો છો ત્યારે એપ્લિકેશન (Application) તમારા કોન્ટેક, ફોટો, ફાઈલ મેનેજરનો એક્સેસ કરવાની પરવાનગી પણ પૂછે છે. ફિંગરપ્રિન્ટ સ્કેનરની મદદથી, હેકર્સ ડેટાને ખુબ જ સરળતાથી એકસેસ કરવામાં સક્ષમ હોય છે. આ રીતે ડેવલોપર્સ એપ્લિકેશનો ડાઉનલોડ કર્યા પછી વપરાશકર્તાઓને મૂર્ખ બનાવે છે. (પ્રતિકાત્મક તસવીર)
આવી એપ્લિકેશનો એસએમએસ ઇનબોકસ પણ વાંચી શકે છે. જેમાં તમારા બેંક એકાઉન્ટ ટ્રાંઝેકશન અને ઓટીપીનો પણ હેકર્સ ઉપયોગ કરી શકે છે. એપ્લિકેશન્સ વ્યકિતગત માહિતીને ચોરી ગૂગલપે, ફોનપે ,પેટીએમ વગેરે માટે ઉપયોગમાં લેવામાં આવતા તમારા ફિંગરપ્રિન્ટ ડેટાનો ઉપયોગ કરે છે અને આ રીતે તે, તમને ફાઇનાન્સિયલ નુકસાન પણ પહોંચાડી શકે છે. (પ્રતિકાત્મક તસવીર)
કોઈ કપટી દાવા કરે તેવી કોઈ પણ એપ્લિકેશન (Application) ને કયારેય ડાઉનલોડ કરશો નહીં. ઓક્સિમીટર (Oximeter) કઈ રીતે કાર્ય કરે છે તે વિષે વપરાશકર્તાઓએ જાગ્રતા રહેવું જોઈએ. ઓક્સિજન લેવલ માપવા માટે કોઈપણ ઉપકરણને ફિઝિકલ SpO2 બ્લડ ઓક્સિજન સેન્સરની આવશ્યકતા હોય છે અને હાર્ટ રેટ વાંચવા માટે ફિઝિકલ હાર્ટબીટ સેન્સરની આવશ્યક્તા હોય છે. આ સુવિધા બજારમાં મળતા કોઈ પણ સ્માર્ટફોનમાં હોતી નથી. તમે કોઈ પણ એપ ડાઉનલોડ કરો. તે પહેલાં કાળજીપૂર્વક વિચારો અને ઇન્સ્ટોલ કરતી વખતે પરવાનગીઓની સમીક્ષા કરો. (પ્રતિકાત્મક તસવીર)