Bhabi ji Ghar Par Hain ની ગુલફામ કલીની મોદક અદાઓ જોવા ચાહકો બેસી રહે છે ટીવી સામે!
ફાલ્ગુની રજની છેલ્લા 6 વર્ષથી ગુલફામ કલીનો રોલ કરી રહી છે. આજના સમયમાં એક નાચવાવાળીનો આ રોલ કોમેડિ અંદાજની સાથે બોલીવુડની દિગ્ગજ કલાકાર મીના કુમારી અને રેખાની યાદ અપાવે છે.
(ફોટો સાભાર : Instagram@FalguniRajani)
ફાલ્ગુની રજની (Falguni Rajani) એ ગુલફામ કલીનો રોલ એટલી સુંદરતાથી કર્યો છે કે તેને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે, ફાલ્ગુની ક્યારેય એક્ટ્રેસ બનવા માગતી ન હતી.
(ફોટો સાભાર : Instagram@FalguniRajani)
શો માં પુરુષ રોલમાં રહેલા કલાકારોને પોતાની આંગળીયો પર નચાવાવાળી ગુલફામ કલી આ શો માં ભલે અભણ હોય, પરંતુ રીયલ જીવનમાં ફાલ્ગુની રજની MBA અભ્યાસ કરી ચુકી છે. (ફોટો સાભાર : Instagram@FalguniRajani)
ગુલફામ કલી એટલે કે ફાલ્ગુની રજની (Falguni Rajani) શરૂઆતમાં વકીલ અને ટીચર બનવાના સપના જોતી હતી.
(ફોટો સાભાર : Instagram@FalguniRajani)
એક ઈન્ટરવ્યૂમાં ફાલ્ગુનીએ જણાવ્યું કે, તે ટાઈપ કાસ્ટ થવાથી બચવા માગે છે એટલા માટે હવે કંઈક અલગ રીતે રોલ પ્લે કરવા પર વિચાર કરી રહી છે. એટલા માટે એ સંભવ છે કે આપણે ફાલ્ગુનીને ઝડપથી કંઈક અલગ અવતારમાં જોઈશું.
(ફોટો સાભાર : Instagram@FalguniRajani)
જણાવી દઈએ કે ફાલ્ગુની રજની (Falguni Rajani) સોશલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે, તેની તુલના ફેન્સ ગણી વખત બોલીવુડ એક્ટ્રેસ રવીના ટંડન સાથે તુલના કરે છે.
(ફોટો સાભાર : Instagram@FalguniRajani)