ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું આજે સરસપુર મામાના ઘરે મામેરું, પટેલ પરિવારને મળ્યું સૌભાગ્ય

Fri, 24 Jun 2022-5:23 pm,

ગત વર્ષે કોરોનાને લીધે સાદગીથી પરંપરા નિભાવી રથયાભા યોજાઈ હતી. જો કે આ વખતે નાથની ભવ્ય રથયાત્રા નીકળવા જઈ રહી છે. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું સરસપુર મામાના ઘરે મામેરું યોજાશે. 145મી રથયાત્રામાં પટેલ પરિવારને નાથનું મામેરું કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

સરસપુર મંદિર ખાતે ભગવાનના મામેરાની તૈયારીઓ ચાલી રહી છે. સમર્ગ દેશમાં પુરી બાદ અમદાવાદની રથયાત્રાનું મહત્વ છે. જાણવા મળી રહ્યું છે કે, મામાના ઘરેથી કમળ અને ગાયના ચિન્હ વાળા પહેરવેશ અને ઘરેણાં અપર્ણ કરશે. રજવાડી પાઘ અને ઝડતરના ભરતવાળા ભગવાનના મામેરાના વાઘા હશે. જ્યારે બહેન સુભદ્રાને મામેરામાં નાકનું નથ, રજવાડી હાર અર્પણ કરવામાં આવશે. નાથના વાઘા અને ઘરેણાં યજમાન દ્વારા જ ડિઝાઇન કરાયા છે. સરસપુર રણછોડરાય મંદિર ખાતે મામેરું યોજાશે. 

ભક્તોની ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભીડ ઉમટી છે. ગત વર્ષે કોરોનાને લીધે સાદગીથી પરંપરા નિભાવી રથયાભા યોજાઈ હતી. જોકે હવે કોરોનાના 2 વર્ષ બાદ રથયાત્રામાં ભગવાનનું મામેરુ ધામધૂમથી ઉજવાશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link