Photo : દેશના દરેક ખૂણે કામ કરતા આદિવાસીઓ હોળી ઉજવવા વતન છોટાઉદેપુર પહોંચ્યા
પૂર્વપટ્ટીના આદિવાસીઓ માટે હોળીકા દહનના એક સપ્તાહ પહેલા જ તહેવારની શરૂઆત થઈ જાય છે અને 15 દિવસ સુધી વિવિધ જગ્યાએ આદિવાસી સંસ્કૃતિ મુજબ મેળાઓ થકી તહેવારની ઉજવણી કરવામાં આવે છે. હોળી પૂર્વે વિસ્તારના જુદા જુદા ગામોમાં ભરાતા અઠવાડિક હાટ બજારમાં ભંગુરિયાનો મેળો ઉજવાય છે.
છોટાઉદેપુરમાં ઉજવાયેલા ભંગુરિયાના મેળામાં હજારોની જન મેદની ઉમટી પડી હતી. આદિવાસી રાઠવા સમાજના લોકોએ પારંપરિક વેશભૂષા ધારણ કરી ઢોલ, નગારા, વાંસળીના તાલે આદિવાસી નૃત્ય ટીમલીની રમઝટ જમાવી હતી. સાથે સાથે બજારમાં ખરીદી પણ કરી હતી.
વર્ષ દરમિયાન દુનિયાના કોઈપણ ખૂણે કામ અર્થે જતા આદિવાસીઓ હોળી પર્વ ઉજવવા પોતાના માદરે વતન ફરે છે અને હોળીની ઉજવણી કરે છે.