નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના ભારત બંધની ક્યાં કેટલી છે અસર...જુઓ PHOTOS

Tue, 08 Dec 2020-11:08 am,

દિલ્હી નોઈડાને જોડનારા ચિલ્લા એન્ટ્રી પોઈન્ટ પર ખેડૂતો ધરણા પર બેઠા છે. ધરણા પર બેઠેલા મોટાભાગના ખેડૂતો આસપાસના ગામડામાં રહેનારા છે. જેમાંથી અનેક ખેડૂતો રાતે પોતાના ઘરે જતા રહે છે. જ્યારે કેટલાક તો રાતે પણ સૂતા નથી. સવારે ખેડૂતો ભારત બંધની ખબરો અખબારમાં વાંચતા જોવા મળ્યા. 

ખેડૂત આંદોલનની જેમ ચિલ્લા એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસની બેરિકેડિંગ ચાલુ છે. જેના કારણે અનેક દિવસોથી બંધ રહેલો આ રોડ આજે પણ સૂમસામ છે. આ રોડ બંધ થતા જ લોકોને નોઈડના સેક્ટર 62થી થઈને દિલ્હી જવું પડી રહ્યું છે. 

ગુજરાતના અરવલ્લીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. કોંગ્રેસ કાર્યકરોએ ભીલોડામાં વિરોધ પ્રદર્શન કરીને શામળાજી-ભીલોડા-ઈડર રોડ પર ચક્કાજામ કર્યું. આ દરમિયાન રસ્તાઓ પર ટાયર ભેગા કરીને આગ પણ લગાવી. 

કોંગ્રેસના કાર્યકરોએ ભીલોડા વિસ્તારમાં ગુજરાત રોડવેઝની બસો રોકી અને તેમની હવા કાઢવાની શરૂ કરી. બસોના પૈડામાંથી હવા કાઢવાના કારણે રસ્તાઓ પર ગાડીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. 

ગુજરાતના અમદાવાદમાં ભારત બંધની ખાસ અસર નથી. શહેરોમાં ગાડીઓની અવરજવર સામાન્ય છે. માર્કેટ અને દુકાનો પણ સામાન્ય રીતે ખુલ્લા છે. 

પટણામાં RJDના કાર્યકરો રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે. કાર્યકરોએ મોદી સરકાર વિરુદ્ધ નારેબાજી કરી નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માગણી કરી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link