PHOTOS: કૃષિ બિલો વિરુદ્ધ Farmers નું `ભારત બંધ`, તેજસ્વી યાદવે કહ્યું-`ખેડૂતોને કઠપૂતળી બનાવી દીધા`

Fri, 25 Sep 2020-11:51 am,

કૃષિ બિલોના વિરોધમાં લાલુ પ્રસાદ યાદવના બંને પુત્રો ટ્રેક્ટર પર સવાર થઈને વિરોધ પ્રદર્શનમાં સામેલ થયાં. તેજ પ્રતાપ યાદવ ટ્રેક્ટર પર ચડીને જ્યારે તેજસ્વી યાદવ ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યાં. 

આરજેડી નેતાએ કહ્યું કે સરકાર ફંડ દાતાના નામે અન્નદાતાઓને પપેટ બનાવી રહી છે. ફાર્મ બિલ ખેડૂત વિરોધી છે. સરકારનું કહેવું છે કે તે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માંગે છે પરંતુ કૃષિ  બિલોથી ખેડૂતો વધુ ગરીબ થઈ જશે. કૃષિ ક્ષેત્રનું ખાનગીકરણ થઈ જશે. તેમણે આ બિલના વિરોધમાં ટ્રેક્ટર પર સવારી કરી હતી. 

બિહારમાં કૃષિ બિલના વિરોધમાં રાષ્ટ્રીય જનતા દળના કાર્યકરો દરભંગામાં રસ્તાઓ પર ઉતર્યા. અનેક કાર્યકરો ભેંસ પર બેસીને વિરોધ કરતા જોવા મળ્યા. 

મેમ્બર્સ ઓફ કર્ણાટક સ્ટેટ ફાર્મર્સ એસોસિએશન દ્વારા કર્ણાટક-તામિલનાડુ હાઈવે પર બોમ્મનાહાલી પાસે વિરોધ પ્રદર્શન થયું. અહીં કોરોનાને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. 

ભારતીય કિસાન યુનિયન અને રેવોલ્યુશનરી માર્કિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા હઠળ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. બિલોના વિરોધમાં જલંધરમાં અમૃતસર-દિલ્હી નેશનલ હાઈવે પર ફિલ્લૌર પાસે ચક્કાજામ કરાયું છે. 

ખેડૂતોના વિરોધ પ્રદર્શનને જોતા અમૃતસર શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત કરાયો છે. દરેક ચાર રસ્તે અને ખૂણે ખૂણે પોલીસકર્મી તૈનાત છે. 

લુધિયાણામાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લઈને લડોવાલ ટોલ પ્લાઝા પાસે ભારે સિક્યુરિટી તૈનાત કરાઈ છે. 

પંજાબના કિસાન મજદૂર સંઘર્ષ કમિટીનું રેલ રોકો આંદોલન અમૃતસરમાં ચાલુ છે. કમિટી દ્વારા 24 સપ્ટેમ્બરતી 26 સુધી કૃષિ બિલોના વિરોધમાં રેલ રોકો આંદોલન છે. 

ખેડૂતોના રેલ રોકો આંદોલનને જોતા અનેક ટ્રેનોને ગુરુવારે રદ કરવામાં આવી હતી. એક રેલ અધિકારીએ ન્યૂઝ એજન્સી આઈએએનએસને જણાવ્યું હતું કે ફિરોઝપુર રેલવે ડિવિઝને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને 26 સપ્ટેમ્બર સુધી વિશેષ ટ્રેનોની અવરજવર સ્થગિત કરી છે. જે ટ્રેનોને સસ્પેન્ડ કરાઈ છે તેમાં સ્વર્ણ મંદિર મેલ (અમૃતર-મુંબઈ સેન્ટ્રલ), જન શતાબ્દી એક્સપ્રેસ (હરિદ્વાર-અમૃતસર), નવી દિલ્હી-જમ્મુ તાવી, સચખંડ એક્સપ્રેસ (નાંદેડ-અમૃતસર), શહીદ એક્સપ્રેસ (અમૃતસર-જયનગર) સામેલ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link