પત્રકારથી માંડીને રાષ્ટ્રપતિ સુધીની સફર, આવા હતા ભારત રત્ન પ્રણવ મુખર્જી!

Mon, 31 Aug 2020-8:29 pm,

પ્રણવ મુખર્જી સ્વતંત્રતા સેનાની કામદા કિંકર મુખર્જી અને રાજલક્ષ્મીના પુત્ર હતા. પશ્વિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં નાનકડા ગામ મિરાતીમાં 11 ડિસેમ્બર, 1935નારો તેમનો જન્મ થયો હતો. તેમના પિતા કોંગ્રેસ નેતાના રૂપમાં સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાના કારણે ઘણીવાર જેલ ગયા. કામદા કિંકર અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ અને પશ્વિમ બંગાળ વિધાન પરિષદ (1952-64)ના સભ્ય અને જિલ્લા કોંગ્રેસ સમિતિ, બીરભૂમ (પશ્વિમ બંગાળ)ના અધ્યક્ષ રહ્યા. 

પ્રણવ મુખર્જીના લગ્ન રવિન્દ્ર સંગીતની નિષ્ણાત ગાયિકા અને કલાકાર શુભ્રા મુખર્જી સાથે થયા હતા. શુભ્રા મુખર્જીનું 18 ઓગસ્ટ 2015નું નિધન થઇ ગયું હતું. તેમના બે પુત્ર અભિજીત મુખર્જી, ઇંદ્રજીત મુખર્જી અને એક પુત્રી શર્મિષ્ઠા મુખર્જી છે. અભિજીત મુખર્જી બે વાર લોકસભા સાંસદ રહ્યા છે જ્યારે શર્મિષ્ઠા કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂકી છે. 

પ્રણવ મુખરજીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ગૃહજિલ્લા બીરભૂમમાં જ કર્યું. પછી તે કલકત્તા જતા રહ્યા અને ત્યાંથી તેમણે રાજકારણ અને ઇતિહાસ વિષયમાં એમ.એ. કર્યું. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી એલ.એલ.બીની ડિગ્રી પણ પ્રાપ્ત કરી.

1963માં પ્રણવ મુખર્જીના કેરિયરની શરૂઆત કલકત્તામાં ડેપ્યુટી એકાઉન્ટ-જનરલ (પોસ્ટ ઓફ ટેલીગ્રાફ)ના કાર્યાલયામં એક અપર ડિવીઝન ક્લાર્કના રૂપમાં થઇ. ત્યારબાદ તેમણે પોતાની જ કોલેજ વિદ્યાનગર કોલેજમાં પોલિટિક્સ સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા. રાજકારણમાં પ્રવેશ કરનાર પહેલા દેશર ડાક (માતૃભૂમિ કી પુકાર)મેગેજીનમાં એક પત્રકાર તરીકે પણ કામ કર્યું. પછી 1969માં તે રાજકારણમાં આવ્યા અને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા. 

પ્રણવ મુખર્જીને રાજકારણમાં લાવવાનો શ્રેય તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીને જાય છે. વર્ષ 1973-74માં ઇન્દીરાએ તેમને ઉદ્યોગ, શિપિંગ અને પરિવહન, સ્ટીલ અને ઉદ્યોગ ઉપમંત્રી તથા રાજ્યકક્ષાના નાણામંત્રી બનાવ્યા. 1982માં તે ઇન્દીરા ગાંધીના મંત્રીમંડળમાં ભારતના નાણામંત્રી બન્ય અને 1980 થી 1985 સુધી રાજ્યસભામાં સદનના નેતા રહ્યા. 

પ્રણવ મુખર્જી 1969માં પહેલીવાર રાજ્યસભા માટે ચૂંટાયા. તે પાંચ સંસદના ઉચ્ચ સદનના સભ્ય રહ્યા. 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી તે સંસદના નીચલા સદનમાં પહોંચ્યા. પ્રણવ મુખર્જી 23 વર્ષ સુધી પાર્ટીની સર્વોચ્ચ નીતિ-નિર્ધારક સંસ્થા કોંગ્રેસ કાર્યસમિતિના સભ્ય રહ્યા. તે 8 વર્ષ સુધી લોકસભામાં સદનના નેતા રહ્યા. 

સાતમા અને આઠમા દાયકામાં પ્રણવ મુખર્જીએ સ્થાનિક ગ્રામીણ બેન્કો (1975) તથા ભારતીય એક્ઝામ બેન્ક સાથે જ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક (1981-82)ની સ્થાપનામાં ભૂમિકા ભજવી. પ્રણવ મુખર્જી 1991માં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંસાધનોના ભાગલાને ફોર્મૂલા તૈયાર કર્યો તેને આજે પણ ગાડગિલ-મુખર્જીના નામથી ઓળખાય છે.

ન્યૂયોર્કથી પ્રકાશિત થનાર જર્નલ 'યૂરો મની' દ્વારા આયોજિત સર્વેમાં તેમણે 1984માં વિશ્વના સર્વોત્તમ પાંચ નાણામંત્રીઓમાં સામેલ કરવામાં આવ્યો હતો. વિશ્વ બેન્ક તથા આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ માટે જર્નલ ઓફ રેકોર્ડ, 'એમર્જિંગ માર્કેટ્સ' દ્વારા તેમને 2010માં એશિયા માટે 'વર્ષના નાણામંત્રી' જાહેર કરવામાં આવ્યા. 

1991 થી 1996 સુધી પ્રણવ મુખર્જી યોજના આયોગના ઉપાધ્યક્ષ, 1993 થી 1995 સુધી વાણિજ્ય મંત્રી, 1995 થી 1996 સુધી વિદેશમંત્રી, 2004 થી 2006 સુધી રક્ષા મંત્રી તથા 2006 થી 2009 સુધે વિદેશ મંત્રી રહ્યા. તે 2009થી 2012 સુધી નાણામંત્રી રહ્યા. 2012માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે તેમણે કોંગ્રેસ અને લોકસભામાંથી રાજીનામું આપી દીધું. 

મનમોહન સરકારમાં પ્રણવ મુખર્જીના કદનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે તે 2004 થી 2012 વચ્ચે વહિવટી સુધાર, સૂચનાનો અધિકાર, રોજગારનો અધિકાર, ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષા, સુચના ટેક્નોલોજી તથા દુરસંચાર, ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટી, મેટ્રો રેલ વગેરેની સ્થાપના જેવા વિભિન્ન મુદાઓ પર રચવામાં આવેલી 95થી વધુ મંત્રીઓના ગ્રુપના અધ્યક્ષ રહ્યા. 

1984માં રાજીવ ગાંધી સાથે મતભેદના લીધે પ્રણવ મુખર્જીને નાણામંત્રીનું પદ છોડવું પડ્યું. તે કોંગ્રેસથી દૂર થઇ ગયા અને એક સમય એવો આવ્યો કે જ્યારે પ્રણવ મુખર્જીએ એક નવી રાજકીય બનાવી લીધી. તેમણે રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસની રચના કરી. જોકે આ પર્ટી કંઇ ચમત્કાર કરી શકી નહી બીજી તરફ વીપી સિંહ પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસની સ્થિતિ પણ ડામાડૉળ થઇ ગઇ. પછી રાજીવ ગાંધીએ પ્રણવ મુખર્જી પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને મનાવીને પાર્ટીમાં લાવવામાં આવ્યા. તેમની પાર્ટી 'રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ'નું કોંગ્રેસમાં વિલય થઇ ગયું.   

પ્રણવ મુખર્જીને એક એવી વ્યક્તિના રૂપમાં યાદ કરવામાં આવશે તેમનું સન્માન પરસ્પર મતભેદ ભુલીને દરેક રાજકીય પક્ષ કરતો હતો. મોદી સરકાર દ્વારા ભારત રત્ન માટે તેમના નામની પસંદગી તેનો પુરાવો છે. તે કૂટનીતિ, અર્થનીતિ, રાજનીતિ અને સંસદીય પરંપરાઓની ઉંડી જાણકારી રાખનાર રાજનેતા હતા. રાષ્ટ્રાપ્તિના રૂપમાં પણ તેમણે ઘણા એવા કામ કર્યા જે ઉદારણ બન્યા. તેમની કમી ભારતીય રાજકારણમાં હંમેશા મહેસૂ કરવામાં આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link