કોમેડિયન ભારતી સિંહ ટૂંક સમયમાં આપશે બાળકને જન્મ, પતિની બાહોમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ
કોમેડિયન ભારતી સિંહ ટૂંક સમયમાં માતા બનવાની છે. તેણે પતિ સાથે ફોટો શૂટ કરાવ્યો છે.
તસવીરોમાં ભારતી હર્ષની બાહોમાં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
પ્રથમ વખત માતા બનવાની ખુશી આ સમયે ભારતી સિંહના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
પ્રેગ્નેન્સીમાં બેબી બમ્પને ફ્લોન્ટ કરતી ભારતી સિંહનો આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
હર્ષ અને ભારતીની સાથે સાથે તેમના ફેન્સ પણ કપલના બાળકની રાહ જોઈ રહ્યા છે.
ભારતી પ્રેગ્નેન્સી દરમિયાન વર્કફ્રન્ટમાં એક્ટિવ રહેવાથી લઇને ઘણી લાઈમલાઈટમાં રહે છે.
તમામ તસવીરો ભારતી સિંહના ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે.