ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વિજય સિંહની વચ્ચે ચૂંટણી જંગ, જાણો સંપૂર્ણ ગણિત
સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારી પહેલા ભોપાલ બેઠક પર જીત દિગ્વિજય સિંહ તરફ હોવાનું જણાવી રહ્યા હતા. પરંતુ હવે સમીકરણ બદલાઇ રહ્યાં છે. આમ તો ભોપાલ ભાજપનો ગઢ છે. કોંગ્રેસ છેલ્લી વખત 1984માં આ બેઠક પર જીત મેળવી હતી અને છેલ્લા 35 વર્ષથી ભાજપ આ બેઠક હાંસલ કરી રહ્યું છે. 1989માં સુશીલ ચંદ્ર શર્માએ પહેલી વખત આ બેઠક પર ભાજપનું ખાતું ખોલ્યું હતું. શર્મા 1991, 1996 અને 1998માં સતત જીત્યા અને કોંગ્રેસ જીત માટે વલખા મારી રહી હતી. ત્યારબાદ 1999માં ઉમા ભારતીએ અહીંથી ચૂંટણી મેદાનમાં એન્ટ્રી મારી જીત હાંસલ કરી હતી. 2004 અને 2009માં કૈલાશ જોશીએ કમળ ખીલાવ્યું હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં આલોક સંજર ચૂંટણી જીત્યા હતા.
ભોપાલ લોકસભા ક્ષેત્ર અંતર્ગત વિધાનસભાની 8 બેઠક આવે છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 3 પર જ્યારે ભાજપ 5 બેઠકો પર જીત હાંસલ કરી હતી. 2013ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર એક બેઠક જીતી શકી હતી પરંતુ આ વખતે તેમણે ત્રણ બેઠકો પર ભાજપને હારાવ્યું છે. પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે, એટલા માટે પાર્ટીને આશા છે કે, તેઓ લોકસભા ચૂંઠણીમાં સંગઠિત થઇ સારૂ પ્રદર્શન કરી શકે છે. ત્યારે ભાજપ આ સત્તામાં નથી, એટલા માટે તેમના નેતૃત્વને એકજુટતાથી ચૂંટણી લડવી પડશે.
ભોપાલ લોકસભા બેઠકના જાતીય સમીકરણ પર નજર કરીએ તો સૌથી પહેલા હિન્દૂ મતદાતા છે. તેમની આબાદી 75-80 ટકા છે. જ્યારે 20થી 25 ટકા મુસ્લિમ વોટર છે. શહેરમાં કાયસ્થ સ્માજના વોટ મોટા પ્રમાણમાં છે. બીજા નંબર પર બ્રાહ્મણ મતદાતા છે. લગભગ 18 લાખ મતદાતાઓ આ ક્ષેત્રમાં છે. મુસ્લિમોનો મતદાતાઓની સંખ્યા લગભગ 4.5 લાખની નજીક છે. એવામાં દિગ્વિજયની માર્ગ મુશ્કેલ જોવા મળી રહ્યો છે.
કમલનાથે જે રીતથી વિધાનસભા ચૂંટણીમાં વિખરાયેલી કોંગ્રેસને એકજુટ કરી પાર્ટીને જીત અપાવી હતી, તેનાથી તેમના મેનેજમેન્ટની ઘણી ચર્ચાઓ થઇ છે. જો કે, કમલનાથ જ ઇચ્છે છે કે દિગ્વિજય સિંહ જેવા મોટા નેતા મોટી બેઠક પરથી ચૂંટણી લડે, એવામાં ફરી એકવારથી કમલનાથની ક્રેડિટ દાવ પર છે. દિગ્વિજય પણ ફૂંકી-ફૂંકીને પગલા ઉઠાવી રહ્યાં છે.