નવાઈની વાત છે! એક એવો દેશ છે, જેની પાસે ન તો એરફોર્સ છે કે નથી નૌકાદળ, જાણો કઈ રીતે કરે છે સરહદની સુરક્ષા

Sun, 04 Jul 2021-4:30 pm,

અહીં વાત થાય છે ભૂટાનની. જે હિમાલય પર વસેલો દક્ષિણ એશિયાનો એક નાનો પણ મહત્વપૂર્ણ દેશ છે. ભૂટાનમાં દરેક જગ્યાએ ફક્ત પર્વતો અને પહાડો જ છે. અહીંની જમીન દુનિયાની સૌથી વધુ ઉબડ-ખાબડવાળી જમીન છે. ભૂટાનનું સ્થાનિક નામ ‘ડ્રુક યુલ’ છે. જેનો અર્થ છે ‘અજદહાનો દેશ (ડ્રેગન)’. તમને જણાવી દઈએ કે ભૂટાનની સ્વતંત્રતા સદીઓથી ચાલતી આવે છે. ભૂટાનમાં નૌકાદળ ન હોવાનું કારણ એ છે કે, તે તિબેટ અને ભારતની વચ્ચે આવેલો એક ભૂમિપૂર્ણ દેશ છે. એરફોર્સના ક્ષેત્રમાં ભૂટાનની સુરક્ષાની જવાબદારી ભારત  રાખે છે.  

ભૂટાનમાં આર્મી પણ છે, જેને રૉયલ ભૂટાન આર્મી કહેવામાં આવે છે. આર્મીનું આ નામ રૉયલ બોડીગાર્ડ્સ અને રૉયલ ભૂટાન પોલીસના સંયુક્ત નામ પરથી પાડવામાં આવ્યું છે. ભારતીય સેના જ ભૂટાનની આર્મીને પ્રશિક્ષણ આપે છે. ભૂટાનમાં ‘ગંગખાર પુનસુન’ નામનો એક પહાડ છે. જેને અહીંનો સૌથી ઊંચો પર્વત માનવામાં આવે છે. 24,840 ફૂટ ઊંચાઈ ધરાવતા આ પહાડ પર આજ સુધી કોઈ વ્યક્તિ ચઢી નથી શક્યો. કારણકે ભૂટાનનાં લોકો પહાડોને ભગવાન સમાન માને છે. એટલા માટે અહીંની સરકાર કોઈને પણ પહાડ ચઢવાની મંજૂરી નથી આપતી. એવામાં ગંગખાર પુનસુમ પણ ભૂટાનવાસીઓ માટે એક પવિત્ર સ્થળ છે.

 

વર્ષ 1994માં, ભૂટાન સરકારે પર્વતો પર ચઢવા અંગે એક કાયદો પણ પસાર કર્યો હતો. જે મુજબ પ્રવાસીઓને 20 હજાર ફૂટની ઊંચાઈ સુધીના પર્વતો પર ચઢવાની મંજૂરી આપવામાં આવી હતી.

ભૂતાનમાં તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. વર્ષ 2004માં જ, આખા દેશમાં તમાકુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભૂટાન વિશ્વનો પહેલો દેશ છે જેમાં તમાકુના ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ તમાકુની ખરીદી કે વેચાણ કરતા પકડાય છે, તો તેને કડક સજા અને દંડ ફટકારવાની જોગવાઈ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link