Gold Rate: એક ઝાટકે હજારો રૂપિયા ઘટી ગયો સોનાનો ભાવ, સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો!
Gold and Silver rate Today (July 23, 2024): બજેટની જાહેરાત બાદ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, સોનું 4000 રૂપિયા સસ્તું થયું. ઉલ્લેખનીય છેકે, MCX પર સોનાના ભાવ આસમાને પહોંચ્યા મંગળવારે રૂ. 68,500ની નીચી સપાટીએ ગયો હતો. જ્યારે MCX પર ચાંદીની કિંમત 84,275 રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 67,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 73,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સોના પરની કસ્ટમ ડ્યુટી 6% ઘટાડવાની જાહેરાત પછી, મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં (ભારતમાં સોનાની કિંમત) ભારે ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, આજે સસ્તા દરે સોનું ખરીદવાની શ્રેષ્ઠ તક છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં 4000 રૂપિયાનો ઘટાડો થયો છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં પણ 4,800 રૂપિયાનો ઘટાડો થયો છે. બજેટમાં સરકારની જાહેરાતથી એક જ ઝટકે પ્રતિ કિલો 5.90 લાખ રૂપિયા સસ્તું થયું સોનું, જ્વેલરી સ્ટોક્સે મચાવી ધમાલ...
રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 67,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 73,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે એમસીએક્સ પર સોનું 72838 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું છે. આ પછી, લગભગ 2 વાગ્યે, 5 ઓગસ્ટના રોજ ડિલિવરી માટેનું સોનું (ભારતમાં લેટેસ્ટ ગોલ્ડ રેટ) MCX પર 5.46 ટકા અથવા 3,967 રૂપિયાના ઘટાડા સાથે 68,751 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.
જો આપણે ચાંદી વિશે વાત કરીએ, તો આજે તે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 74487.00 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી છે. જે પછી 5 સપ્ટેમ્બરે ડિલિવરી માટે ચાંદીનો ભાવ 5.48 ટકા અથવા રૂ. 4,890 ઘટીને રૂ. 84,313 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો.
મંગળવારે MCX પર સોનાનો ભાવ (Gold Rate Today In India) રૂ. 68,500ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. MCX પર ચાંદીની કિંમત 84,275 રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 2397.13 ડોલર પ્રતિ ઔંસની આસપાસ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે બજેટ 2024માં સોના અને ચાંદી પર બોર્ડર કસ્ટમ ડ્યૂટીમાં 6%નો ઘટાડો પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. આ સિવાય નાણામંત્રીએ પ્લેટિનમ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6.4% કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
બજેટમાં સોના અને ચાંદી પર મોટી જાહેરાત થઈ છે. નાણામંત્રીએ સોના, ચાંદી અને પ્લેટિનમ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં 9 ટકા જેટલા ભારે ઘટાડાની જાહેરાત કરી છે. સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ટ્યુટી 15 ટકાથી ઘટાડીને 6% કરી દીધી છે. જ્યારે પ્લેટિનમ પર કુલ ઈમ્પોર્ટ ટ્યુટી 15.4%થી ઘટીને 6.4% થઈ ગઈ છે.
તેનાથી સરકારને એક ફાયદો થવાનો છે. સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bonds) નું રિડેમ્પશન લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું છે. તેમાં સરકારને રિડેમ્પશન પર લગભગ 9,000 કરોડ રૂપિયા ઓછા આપવા પડશે.
સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ટ્યુટીમાં જાહેરાત બાદ જ્વેલરી સ્ટોક્સમાં ગજબનો ઉછાળો આવ્યો છે. ટ્રેડિંગ દરમિયાન જ્વેલરી સ્ટોક્સ ટાઈટનના શેર 6.50 ટકા, સેનકો ગોલ્ડ 10 ટકા, કલ્યાણ જ્વેલર્સ 3.30 ટકા, મોતીલાલ જ્વેલર્સ 12.30 ટકા, રાધિકા જ્વેલર્સ 11.40 ટકા સુધી ઉછળ્યા.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે ગોલ્ડ પર પહેલા બેઝિક કસ્ટમ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરાઈ છે. એગ્રી સેસ 5 ટકાથી ઘટાડીને 1 ટકો કરવામાં આવી છે. બધુ મળીને સોના પર 9 ટકાની કસ્ટમ ટ્યુટી ઘટી છે. પહેલા બંને મળીને 15 ટકા હતી જે હવે ઘટીને 6 ટકા થઈ ગઈ છે. તેમનું કહેવું છે કે ગોલ્ડ પર ડ્યુટીમાં કાપથી એક કિલોગ્રામે સોનું 5 લાખ 90 હજાર રૂપિયા જેટલું સસ્તું થયું છે. એટલે કે સોનામાં પ્રતિ કિલો 5.90 લાખ રૂપિયા ટ્યુટીનો ઘટાડો થયો છે. એ જ રીતે એક કિલો ચાંદી પર 12,700 રૂપિયા ડ્યુટી હતી જેમાં એક કિલો પર 7,600 રૂપિયા ડ્યુટી ઘટી ગઈ છે. આ સાથે જ પ્લેટિનમ પર 2,000 રૂપિયાની ડ્યુટી ઘટી છે.