મોટો આંચકો: નોકરી છોડનાર જરૂર વાંચે આ સમાચાર, જો નોટિસ પીરિયડ પુરો ન કર્યો તો...
એવામાં કર્મચારી જે નોટીસ વિના પીરિયડ પુરો કર્યા વિના કંપનીની નોકરી છોડશે તો તેમને કંપનીએ એક નક્કી કરેલી રકમ ચૂકવવી પડશે. સાથે જ એવા કર્મચારીને સરકારને 18 ટકા GST પણ ભરવો પડશે. ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (The Gujarat Authority of Advance Ruling)એ તેને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે નોટિસ પીરિયડને પુરો કર્યા વિના કંપનીની નોકરી છોડનાર કર્મચારીને બચેલા સમય માટે કંપનીને પગારની રકમ સાથે 18 ટકા GST પણ ભરવો પડશે.
જોકે ઓથિરિટી એક કેસની સુનાવણી કરી હતી, જેમાં અમદાવાદની એક કંપની Amneal Pharmaceuticals ના એક કર્મચારીએ એડવાન્સ રૂલિંગની માંગ કરી હતી, જેમાં કર્મચારી કંપનીના ત્રણ મહિનાના નોટિસ પીરિયડને પુરો કર્યા વિના નોકરીને છોડવા માંગતો હતો. તેના પર ઓથોરિટીએ નિર્ણય કર્યો કે કોઇ કર્મચારી જો એપોઇમેન્ટ લેટરમાં લખેલી નોટિસ પીરિયડ પુરો કર્યા વિના નોકરી છોડે છે તો તેને 18 ટકા GST ચૂકવવો પડશે.
સામાન્ય રીતે કંપની કર્મચારીના એપોઇમેંટ લેટરમાં એક નોટિસ પીરિયડનો ઉલ્લેખ કરે છે. જોકે દરેક પદ અને હોદ્દા મુજબ અલગ-અલગ હોઇ શકે છે. જ્યારે કોઇ કર્મચારી નોકરી છોકરી છોડે છે તો તેને નોટિસ પીરિયડ સુધી કામ કરવું પડશે. જેથી કંપની તેના રિપ્લેસમેંટની વ્યવસ્થા કરી શકે. જો કોઇ કર્મચારી પોતાના નોટિસ પીરિયડથી ઓછું કામ કરે છે તો કંપની તેનાથી તેના માટે ચૂકવણી માંગે છે.