સનાતન સંસ્કૃતિની જીત : સૂર્યોદય પહેલાં જ સાળંગપુરમાં વિવાદિત ચિત્રોને દૂર કરી નવાં ચિત્રો લગાવાયા

Tue, 05 Sep 2023-9:52 am,

આજના સૂર્યોદય સાથે સાળંગપુર મંદિરના ભીંતચિત્રો સાથે સંકળાયેલા વિવાદનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ રાતના અંધારામાં જ ભીંતચિત્રોને દૂર કરવામાં આવ્યા છે. વિવાદિત ભીંતચિત્રોને દૂર કરી તેના સ્થઆના અન્ય ચિત્રો લગાવી દેવામાં આવ્યા છે. આ તમામ કામગીરી રાતના અંધારામાં છૂપી રીતે કરવામાં આવી. રાત્રે કષ્ટભંજન મંદિર પરિસરની તમામ લાઈટો બંધ કરી દેવાઈ અને મીડિયાને દૂર રાખી પડદા બાંધીની કામગીરી કરવામાં આવી. 

કામગીરી કરતા સમયે પોલીસનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો. જો કે, આખો દિવસ નિષ્ક્રિય રહેલી પોલીસ મોડી રાત્રે સક્રિય થયેલી જણાય અને આ કામગીરી દરમિયાન મીડિયાને દૂર રાખવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો. સારી વાત એક રહી કે, જે ભીંતચિત્રોથી ભક્તોની લાગણી દુભાઈ અને આખો વિવાદ ઊભો થયો તે આખરે દૂર કરવામાં આવ્યા છે. 

મહત્વનું છે કે, હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાતા આખો વિવાદ ઉભો થયો હતો. જે બાદ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારબાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને વીએચપી તથા સંતો વચ્ચે બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી.  

ગાંધીનગરમાં બેઠક બાદ સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, ચિત્રો હટાવવાની કામગીરી ચૂપચાપ રીતે રાતના અંધારામાં કરાઈ હતી. સમગ્ર કષ્ટભંજન મંદિર પરિસરની તમામ લાઈટો બંધ કરવામાં આવી હતી. ભર અંધારામાં મીડિયાને દૂર રાખી વિવાદિત ચિત્રો દૂર કરવાના વડતાલ ગાડીના મહંતોનો પ્રયાસ કરાયો હતો. બોટાદ જિલ્લા ઉપરાંત જિલ્લા બહારની પોલીસ થકી મીડિયાને કવરેજ કરતા રોકવાનો પ્રયાસ કરાયો હતો. ગઈકાલે દિવસ દરમ્યાન નિષ્ક્રિય રહેલી પોલીસ એકાએક મધરાતે સંપૂર્ણ સક્રિય થઈ હતી. મંદિર વહીવટકર્તાઓ દ્વારા પોલીસને આગળ કરી ચિત્રો દૂર કરવાની પ્રક્રિયા પર ઢાંકપીછાડો કરવાનો પ્રયાસ કરાયો હતો.   

સાળંગપુર કષ્ટભંજન મંદિર પરિસરમાં આવેલી કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા નીચેથી વિવાદિત બે ભીંતચિત્રો દૂર કરાયા છે. મધરાતે ઘોર અંધકારમાં પડદા પાડી ચિત્રો દૂર કરવાની કામગીરી કરાઈ હતી. હાલ રાબેતા મુજબ શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં આવી રહ્યા છે. જોકે, આજે સામાન્ય દિવસો કરતા હાલના વિવાદના કારણે દર્શનાર્થીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. વિવાદિત ભીંતચિત્રો દૂર કરાયા બાદ દર્શનાર્થીઓ વધુ કોઈ ટિપ્પણીથી બચી રહ્યાં છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link