PHOTOS: Shehnaaz Gill થઇ ગઇ આટલી સ્લિમ, લોકોએ કહ્યું- `ડાયટિંગ બંધ કરો`
થોડા સમય પહેલાં સુધી શહનાઝ ગિલ પોતાના વધુ વજનને લઇને લોકોની ટીકા સહન કરતી હતી.
પરંતુ જૂની તસવીરોમાં પણ શહનાઝની ક્યૂટનેસ અને સુંદરતાની તારીફ થતી હતી.
પરંતુ હવે પોતાની નવી પોસ્ટમાં, શહનાઝ સંપૂર્ણપણે અલગ જોવા મળી રહી છે.
કેટલાક લોકોએ તેમના નવા રૂપની પ્રશંસા કરી છે, પરંતુ ઘણા એવા હતા જેમણે તેને ડાયટિંગ બંધ કરવા માટે કહ્યું.
નવી તસવીરમાં તેમની કોલર-બોન અને ફેસ કટ સ્પષ્ટ જોવા મળી રહી છે.
એક યૂઝરે લખ્યું, 'કેટલી સ્લિમ થઇશ બેબી..'
તમને જણાવી દઇએ કે તાજેતરમાં સિદ્ધાર્થ શુક્લા સાથે પોતાની લાઇવ ચેટમાં, શહનાઝએ ખુલાસો કર્યો હતો કે બોલીવુડમાં સારા પ્રોજેક્ટ મેળવવા માટે ડાયટિંગ કરી રહી છે. ફોટો સાભાર: instagram@Shanaazgill