Bigg Boss 15 હાઉસના અંદરની તસવીરો થઈ લીક, બેડરૂમ જોઈને થઈ જશો shocked
બિગબોસ ઓટીટી વર્ઝન પર હોસ્ટ કરવા માટે ફિલ્મ નિર્માતા નિર્દેશક કરણ જૌહરની પસંદગી કરવામાં આવી છે. હવે સોશિયલ મીડિયા પર બિગબોસ OTT ના ઘરના અંદરની પહેલી તસવીર લોકોને આકર્ષિત કરી રહી છે.
આ વખતે બિગબોસ ઘરના અંદરનો નજારો અલગ હશે, જે આ તસવીરથી અંદાજો લગાવી શકાય છે. કેમ કે, અહી કટેલાક ટેન્ક બેડ નજર આવી રહ્યાં છે. જેનાથી આ રૂમ કિડ્સ રૂમની જેમ દેખાઈ રહ્યો છે.
બિગબોસ 15 ના ઘરની અંદરના બેડરૂમને અનેક રૂમથી સજાવવામાં આવ્યો છે. આ નજારો કલરફૂલ છે.
આ તસવીરને જોઈને તમને થોડુ અટપટુ લાગી શકે છે. કેમ કે બિગબોસમાં ડાઈનિંગ રૂમને લગભગ ડાર્ક રૂમમાં બદલી દેવામાં આવ્યો છે.
બિગબોસ 15 ને જોવા માટે લાખો દર્શકો રાહ જોઈને બેસ્યા છે. પરંતુ આ તસવીરોએ આતુરતા વધારી દીધી છે.