Bigg Boss OTT માં ધમાલ મચાવવા તૈયાર છે આ 13 સિતારા, નામ જાણીને ઉડી જશે હોંશ
જીશાન ખાન (Zeeshan Khan)ને હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર બાથરોબ પહેરીને સૌને ચોંકાવી દિધા હતા. એ પણ બિગ બોસ શોમાં જોવા મળશે. એક્ટર-મોડલ ટેલિવિઝન ડ્રામા શો કુમકુમ ભાગ્યમાં આર્યન ખન્નાની ભૂમિકા નિભાવી હતી.બાથરોબ વિવાદ બાદ કુમકુમ ભાગ્યના સાથી કલાકારોએ ખાન ઈન બાથરોબ નામ આપ્યું છે.
રિધિમા પંડિત (Ridhima Pandit) બહૂ હમારી રજની કાંત શોથી ફેમસ થઈ હતી. સુર હ્મુમનોઈટ રોબોટની ભૂમિકા નિભાવી દર્શકોના દિલ જીત્યા હતા. જો કે અભિયનમાં આવ્યા પહેલાં અભિનેત્રિએ અનેક ટેલિવિઝનની જાહેરાતોમાં કામ કરી ચૂકી છે. પોતાનો શો ઓફએર થયા બાદ રિધિમા કોમેડી શો ધ ડ્રામા કંપનીમાં જોવા મળી હતી. સાથે ખતરો કે ખિલાડી સિઝન-9માં પણ રિધિમાં ભાગ લઈ ચૂકી છે. જેમાં તે સેકેન્ડ રનરઅપ પણ રહી હતી.
મિલિંદ ગાબા (Milind Gaba) પંજાબી અને બોલીવુડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. નઝર લગ જાયેગી, સી ડોન્ટ નો, યાર મોડ દો, જેવા અનેક હિટ ગીત લોકપ્રિય બન્યા છે. સાથે બોલીવુડની હિટ ફિલ્મો વેલકમ બેક, હાઉસફુલ 3ના ગીતોમાં પણ સંગીત આપ્યું છે. મિલિંદે પંજાબી અને બોલીવુડ મ્યુઝિક ઈંડસ્ટ્રીના લોકપ્રિય નામો સાથે કામ કર્યું છે. મીકાસિંહ, ગિપ્પી ગ્રેવાલ, ભૂમિ ત્રિવેદી, હનીસિંહ જેવા લોકો સાથે કામ કર્યું છે.
બોલીવુડ અભિનેત્રી શમિતા શેટ્ટી (Shamita Shetty)ને ઓળખાણની જરૂર નથી. લાંબા સમય સુધી ફિલ્મોથી દૂર રહ્યા બાદ હવે અભિનેત્રીએ બિગ બોસમાં એન્ટ્રી લીધી છે. ઝલક દિખલા ઝા અને ખતરો કે ખિલાડી જેવા રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે. અગાઉ વર્ષ 2009માં બિગ બોસ 3માં પણ ઘરમાં પ્રવેશી હતી. પરંતુ શિલ્પા શેટ્ટીના લગ્નના લીધે તેણે શો છોડી દિધો હતો. પરંતુ રાજ કુન્દ્રાની ધરપક બાદ ફરી એક વખત શમિતા શેટ્ટી બિગ બોસમાં એન્ટ્રી લેવાની હોવાથી ચર્ચાનું કેન્દ્ર બની છે.
કરણ નાથ (Karan Nath )એ મિસ્ટર ઈન્ડિયામાં બાળ કલાકારની ભૂમિકા અદા કરી હતી. સાથે જ યૈ દિલ આશિકાનામાં રોમાન્ટિક હીરોની ભૂમિકા નિભાવી હતી. પાગલપન, LOC કારગિલ, તુમ - એક ડેન્ઝર ઓબ્સેશન, તેરા ક્યાં હોગા જોની જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. કરણ છેલ્લે ગન્સ ઓફ બનારસમાં ગુડ્ડુના રૂપમાં જોવા મળ્યો હતો. કરણ સફળ ફિલ્મી પરિવારમાંથી આવે છે. કરણના પિતા રાકેશ નાથ દિલ તેરા આશિક જેવી ફિલ્મનું બનાવી હતી. તો સાજન ફિલ્મના લેખક પણ છે.
ઉત્તર પ્રદેશના લખનોઉમાં જન્મેલી 25 વર્ષની ઉર્ફે જાવેદ (Urfi Javed)ના સોશિયલ મીડિયા પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે. 20 વર્ષની ઉંમરે અવનિ પંતના રૂપમાં બડે ભૈયાની દુલ્હનિયા બની ટેલિવિઝન ક્ષેત્રમાં શરૂઆત કરી હતી. સાથે યૈ રિશ્તા ક્યા કહેલાતા હૈ, કસૌટી જિંદગી કી, એ મેરે હમસફર જેવા શો પણ કર્યા છે.
નિશાંત ભટ (Nishant Bhat) જાણિતા કોરિયોગ્રાફર છે. જે લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. જેમએ ડાન્સ રિયાલિટી શો માટે અનેક ટેલિવિઝન હસ્તીઓ માટે કોરિયોગ્રાફી કરી છે. સુપર ડાન્સર ચૈપ્ટર 3ના રુપસાના સુપર ગુરુ બન્યા હતા અને શો જીત્યો પણ હતો. નિશાંત ઝલક દિખલા ઝામાં અંકિતા લોખંડેના કોરિયોગ્રાફર હતા.
ભોજપુરી એક્ટર અક્ષરા સિંહ (Akshara Singh) તબાદલા, સરકાર રાજ, સત્ય જેવી ફિલ્મોમાં ભૂમિકા નિભાવી છે. અક્ષરા સિંહ ભોજપુરી સિનેમાની સૌથી મોંઘી અભિનેત્રી છે. વર્ષ 2010માં એક્શન ડ્રામા સત્યમે જયતેમાં રવિ કિશન સાથે અભિનયની શરૂઆત કરી હતી. તેણે બિગ બોસ 13માં પણ ખેસારી લાલ યાદવ અને પવન સિંહ સાથે કામ કર્યું હતું.
દિવ્યા અગ્રવાલ (Divya Agarwal) પહેલાં પણ રિયાલિટી શોમાં જોવા મળી છે. આ પહેલાં સ્પ્લિટ્સવિલા, એસ ઓફ સ્પેસ અને રોડીઝ જેવા રિયાલિટી શોમાં કામ કરી ચુકી છે. દિવ્યા અગ્રવાલ સારી ડાન્સર પણ છે. સાથે દિવ્યા ખુબજ હોટ અને બિન્દાજની સાથે સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ છે. સ્પ્લિટ્સવિલા પાર્ટનર પ્રિયાંક શર્મા સાથે બ્રેકઅપ બાદ હવે દિવ્યા ખતરો કે ખિલાડી 11ના વરુણ સૂદને ડેટ કરી રહી છે. દિવ્યાએ બિગ બોસમાં જ પ્રિયાંક સાથે બ્રેકઅપ કર્યો હતો.
રાકેશ બાપત (Raqesh Bapat) એન્ટરટેન્ટમેન્ટની દુનિયાનું જાણીતું નામ છે. તુમ બિન અને દિલ વિલ પ્યાર વ્યાર જેવી ફિલ્મોથી દર્શકોના દિલ જીત્યા હતા. ત્યાર બાદ અભિનેતાએ સલોની કા સફર, મર્યાદા: લેકિન કબ તક?, હોંગે જુદા ના હમ અને કુબૂલ હૈ જેવા લોકપ્રિય શો પણ કર્યા છે. રાકેશ બાપત છેલ્લે ઈશ્ક મેં મરજાવા શોમાં જોવા મળ્યો હતો. રાકેશે મે 2011માં અભિનેત્રી રિધિ ડોગરા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ફેબ્રુઆરી 2019માં બંને અલગ થઈ ગયા હતા.
નેહા ભસીન (Neha Bhasin) બોલીવુડની જાણીતી સિંગર અને મહિલા બેન્ડ કલ્ચર શુરૂ કરવા માટે જાણીતી છે. નેહાએ બોલીવુડના અનેક લોકપ્રિય ગીત ગાય છે. જેમાં દિલ દિયા ગલ્લા, ચાશની રિપ્રાઈઝ, જગ ઘુમિયા જેવા હાલમાં આવેલા ગીત છે. સાથે જ નહિ જાના, મધનિયા, અખ કાશની, બાજરે દા સિટ્ટા, લૌંગ ગાવાચા પણ ખુબ લોકપ્રિય બન્યા છે. નેહાએ અનુમલિક પર #MeToo મુવમેટમાં આક્ષેપ કર્યા હતા. ત્યાર બાદથી નેહાનું નામ વિવાદોમાં રહ્યું છે.
દિલ્લીના પ્રતીક સહજપાલ (Pratik Sehajpal) એ ડેટિંગ રિયાલિટી શો લવ સ્કૂલની સિઝન 3થી કરિયરની શરૂઆત કરી હતી. પ્રતીક ફિટનેસ ઈંથૂજિયાસ્ટ અને ફિટનેશ ટ્રેનર છે. તેણ વર્ષ 2018માં રોડીજ એસ્ટ્રીમ માટે પણ ઓડિશન આપ્યું હતું. પરંતુ જજને પ્રભાવિત ના કરી શક્યો. ત્યાર બાદ તેણે એસ ઓફ સ્પેસમાં ભાગ લીધો અને બીજો નંબર મેળવ્યો હતો. તો પવિત્રા પુનિયાને ડેટ કરી ચર્ચામાં પણ રહ્યો હતો.
Muskaan Jattanaના હજુ 20 વર્ષની છે. તે સોશિયલ મીડિયામાં મૂસ જટ્ટાનાના નામથી ઓળખાય છે.તે મોહાલી, ચંડીગઢની ઇન્ફ્લૂએન્સર છે. મુસ્કાને પોતાનો અભ્યાસ ઓસ્ટ્રેલિયામાં કર્યો છે. મુસ્કાનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી હતી.
(તસ્વીરો ઈંસ્ટાગ્રામ હેન્ડલ પરથી લેવામાં આવી છે)