Bigg Boss Unknown Facts: આ રીતે તૈયાર કરવામાં આવે છે બિગ બોસનું ઘર, 6 મહિના કામ કરે છે 600 મજૂર
બિગ બોસનું ઘર દર વર્ષે નવી થીમ પર ડિઝાઇન કરવામાં આવે છે અને આ વખતે માહિતી છે કે ઘરને એક્કા થીમ પર અનોખા અંદાજમાં તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે બિગ બોસના ઘરનું ડિઝાઇનર કોણ છે? ખબરો પ્રમાણે દરેક સીઝનમાં આ જવાબદારી ઈન્ટીરિયર ડિઝાઇનર વિનીતા અને આર્ટ ડિઝાઇનર તેના પતિ ઉમંગ કુમારને આપવામાં આવે છે. (ફોટો- સોશિયલ મીડિયા)
વિનીતા અને ઉમંગ દરેક સીઝનમાં મળીને બિગ બોસના ઘરને ડિઝાઇન કરે છે. આ ઘર તૈયાર કરવામાં છ મહિના જેટલો સમય લાગે છે અને દરરોજ 500-600 મજૂરો મહેનત કરે છે. ત્યારબાદ આ પ્રકારનું ઘર તૈયાર થાય છે. (ફોટો- સોશિયલ મીડિયા)
આ ઘરમાં રહેવાના ખર્ચની વાત કરીએ તો જ્યારે કન્ટેસ્ટેન્ટથી ઘર ગુલઝાર હોય છે ત્યારે તેમાં એક દિવસનો તમામ ખર્ચ લગભગ 15-20 હજાર રૂપિયા આવે છે. કારણ કે તે 24 કલાક સાત દિવસની રમત છે તે માટે મોટુ યૂનિટ પણ હોય છે, જે 8-8 કલાકની શિફ્ટમાં કામ કરે છે. (ફોટો- સોશિયલ મીડિયા)
આ દરમિયાન શિફ્ટમાં 250-300 ક્રૂ મેમ્બર્સ કામ કરે છે જે પોતાની બાજ નગર કન્ટેસ્ટેન્ટની દરેક હરકત પર રાખે છે. બિગ બોસના ઘરમાં 90થી વધુ કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે. એટલે કે કોઈ એંગલથી કન્ટેસ્ટેન્ટ બચી શકતા નથી. (ફોટો- સોશિયલ મીડિયા)
શું તમે જાણો છો કે બિગ બોસનું ઘર મુંબઈમાં છે અને તે પણ ફિલ્મસિટીમાં. શરૂઆતી ઘણી સીઝન સુધી બિગ બોસનું આ ઘર લોનાવલામાં હતું જે મુંબઈથી થોડે દૂર હતું. પરંતુ પછી ઘરને ગોરેગાંવ અને હવે ફિલ્મસિટીમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. (ફોટો- સોશિયલ મીડિયા)