જલારામ બાપાને ધરાવાયો મહાકાય બાજરાના રોટલાનો પ્રસાદ, 100 ફૂટના રોટલા માટે વપરાઈ 224 કિલો બાજરી
સર્વે જ્ઞાતિજનોએ આ વિશાળ રોટલાના દર્શન પણ કર્યા હતા. કારતક સુદ સાતમ એટલે કે સંત શિરોમણી જલારામ બાપાની 224મી જન્મજયંતી છે. ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ભુજ લોહાણા મહાજન દ્વારા 10 ફૂટ વ્યાસના ઘેરાવાનો બાજરાનો રોટલો પ્રસાદ તરીકે બનાવવામાં આવ્યો છે. જેના દર્શન માટે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટ્યા હતા.
રસિક કતિરા પાર્ટી પ્લોટમાં ભુજ લોહાણા મહાજન દ્વારા અનોખું આયોજન 224મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ ભુજ લોહાણા મહાજન દ્વારા પ્રથમ વખત 10 × 10 ફૂટ કુલ 100 ફૂટનો 224 કિલાનો બાજરાનો રોટલાનો પ્રસાદ ધરાવાયો. આ માટે 224 કિલોના રોટલામાં બાજરાનો લોટ, ઘઉંનો લોટ, ઘીનો ઉપયોગ કરાયો હતો.
ચારે બાજુથી રોટલો શેકવા વિશિષ્ટ ચુલો તથા વિશાળ તવો તૈયાર કરવામાં આવ્યો હતો. રોટલો બરાબર શેકાઈ ગયા બાદ સર્વે જ્ઞાતિજનો માટે દર્શનાર્થે મુકાયો જલારામ બાપાની 224મી જન્મ જયંતીની પૂર્વસંધ્યાએ મહાજનવાડીમાં ભુજ લોહાણા મહાજન દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રથમ વખત 10 × 10 ફૂટ કુલ 100 ફૂટનો 224 કિલાનો બાજરાનો રોટલો પ્રસાદ તરીકે બનાવવામાં આવ્યો હતો. 224 કિલોના રોટલામાં બાજરાનો લોટ, ઘઉંનો લોટ, ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો ચારે બાજુથી રોટલો શેકવા વિશિષ્ટ ચુલો તથા વિશાળ તવો તૈયાર કરવામાં આવ્યો હતો.
સંત જલારામબાપાનો જન્મ 4, નવેમ્બર 1799ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. જલારામ બાપા હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા હતા અને આજે પણ વીરપુરમાં જલારામ અન્નક્ષેત્ર ચાલે છે.
શ્રી ભુજ લોહાણા મહાજનના મંત્રી હિતેશ ઠકકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, રામ નામ મેં લીન, દેખત સબમેં રામ તાકે પદ વંદન કરું જય જય જલારામની ઉક્તિથી પ્રચલિત જલારામ બાપાની 224મી જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ ભુજ લોહાણા સમાજ દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે.
જીતુભાઈ રસોયાની ટીમ દ્વારા જલારામ બાપાની 224મી જન્મ જયંતી નિમિત્તે 224 કિલોનો આ રોટલો બનાવવામાં આવ્યો છે. જેનો ઘેરાવો 10 ફૂટ અને જાડાઈ 4 ઈંચની છે તો કુલ 100 ફૂટનો આ રોટલો છે. જેમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ અને ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
224 કિલોના રોટલાને ચારે બાજુથી શેકવો એ એક મોટો પડકાર હતો. રોટલાને શેકવા માટે વિશિષ્ટ ચૂલો બનાવવામાં આવ્યો છે તો રોટલાને શેકવા માટે 800 કિલોનો તવો તૈયાર કરવામાં આવ્યો હતો. જેના પર સૌપ્રથમ રોટલાનો નીચેનો ભાગ શેકવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે જ રોટલાની ઉપરના ભાગમાં ક્રેન મારફતે તવો મૂકવામાં આવ્યો હતો.
રોટલા માટે ખાસ મોટી સાઈઝનો તવો પ્રશાંત સોલગામા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ રોટલાના દર્શનનો લાભ લેવા સમાજે સમગ્ર ભુજવાસીઓને આમંત્રણ આપ્યું હતું.