ફરી આ તારીખો લખી રાખજો! હવે પછીનો વરસાદનો રાઉન્ડ છોતરા કાઢી નાંખશે, અંબાલાલે કરી નવી આગાહી

Sat, 27 Jul 2024-4:59 pm,

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વરતારો આવ્યો છે. તેમણે ખેડૂતોને કહ્યું કે, ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં. કૃષિ કાર્ય કરવાથી પાકો પીળો પડી શકે છે. 

તો હવામાન વિભાગે પણ ઓગસ્ટ મહિનાની આગાહી કરી છે. આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં સિયર ઝોન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે. 

સુરત, નવસારી અને વડોદરામાં અતિભારે વરસાદ બાદ ફરીથી હવામાન વિભાગની આગાહીએ લોકોની ચિંતા વધારી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ વચ્ચે ગુજરાતમાં હવે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તો સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું અતિભારે ઓરેન્જ અલર્ટ અપાયું છે.

આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ,ગીર સોમનાથમાં ભારે વારસાદીની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે. 

દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.   

તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.  

અંબાલાલ પટેલનો વરસાદનો વરતારો હંમેશા સચોટ અને સાચો હોય છે. ચોમાસું એટલે ખરીફ પાકના વાવણીનો સમય. આ સમય ખેડૂતો માટે બહુ જ મહત્વનો હોય છે. તેમાં પણ વાવણી સમયે ખેડૂતોને વરસાદનું સચોટ અનુમાન મળી રહે તો સોને પે સુહાગા જેવી સ્થિતિ સર્જાય. ખેડૂતોનો પાક ક્યારેય નષ્ટ ન જાય. આવામાં હવામાન નિષ્ણાત ગુજરાતના ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ લઈને આવ્યા છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વરતારો આવ્યો છે. તેમણે ખેડૂતોને કહ્યું કે, ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં. કૃષિ કાર્ય કરવાથી પાકો પીળો પડી શકે છે. 

અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link