બિહાર ચૂંટણી: મતદારોમાં ગજબનો ઉત્સાહ, કોને ફાયદો કરાવશે NDA કે મહાગઠબંધનને? જુઓ PHOTOS

Tue, 03 Nov 2020-4:13 pm,

બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પર બધાની ખાસ નજર છે. ત્રણ તબક્કામાં સૌથી વધુ બેઠકો હોવાના કારણે આજનો રાઉન્ડ વધુ મહત્વનો છે. આરજેડી તરફથી સીએમ પદના ઉમેદવાર તેજસ્વી યાદવ અને તેમના મોટા ભાઈ તેજ પ્રતાપ યાદવ પણ આ તબક્કામાં ચૂંટણીના મેદાનમાં છે. તેજસ્વી યાદવ રાધોપુર જ્યારે તેજ પ્રતાપ યાદવ હસનપુર સીટથી ચૂંટણી લડી રહ્યા છે. 

લોકોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે દીઘામાં સરકારી શાળામાં બનાવેલા પોલિંગ બૂથ પર મતદાન કર્યું. તેમણે દરેકને મતદાન કરવા માટે અપીલ પણ કરી.

મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક યુવતી સાયકલ પર તેના દાદીમાને મતદાન કરાવવા લઈને આવતી જોવા મળી. યુવતીએ કહ્યું કે હું પહેલીવાર મતદાન કરવા જઈ રહી છું. હું આશા રાખુ છું કે હવે યુવાઓ માટે રોજગારીની તકો વધુ આવશે. હું મારા દાદીમા સાથે આવી છું.   

ખગરિયા, સિવાન અને સરન જિલ્લામાં દિવ્યાંગોની મદદ માટે ITBPના જવાનો તૈનાત છે. 

બિહારની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 

અહીં ઈકો ફ્રેન્ડલી પોલિંગ બૂથ જોવા મળી રહ્યા છે. 

 બપોરના 3 વાગ્યા સુધીમાં 44.51% મતદાન નોંધાયું છે. 

મુઝફ્ફરપુરના બરુરાજ વિધાનસભા મતક્ષેત્રના ચુલ્હાઈ બિશુનપુર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. તેમણે આરોપ લગાવ્યા કે તેમના વિસ્તારમાં વિકાસ થયો નથી. અહીંથી 729 મતદારો છે. બૂથ નંબર 178ના ચૂંટણી અધિકારીના જણાવ્યાં મુજબ અહીંથી આજે એક પણ મત પડ્યો નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link