સૌથી પહેલાં ગુજરાતના રસ્તાઓ પર દોડશે દુનિયાની સૌથી પહેલી CNG બાઈક! બુકિંગ માટે પડાપડી

Mon, 08 Jul 2024-4:54 pm,

Bajaj CNG Bike Launch : જૂની અને જાણીતી ઓટોમાબાઈલ કંપની બજાજ દ્વારા માર્કેટમાં મુકાયું છે મીડલ ક્લાસ પબ્લિકની સમસ્યાઓનું સમાધાન. વિશ્વની પ્રથમ CNG બાઈક થઈ લોન્ચ, દેશમાં સૌથી પહેલા ગુજરાતના રસ્તા પર દોડતી દેખાશે આ સીએનજી બાઈક. ફિચર્સ જોઈને તો થઈ જશો ફીદા...

બજાજ ઓટોએ ગ્રાહકો માટે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ લોન્ચ કરી છે. આ બાઇકની કિંમત શું છે અને આ બાઇકની ડિઝાઇન કેવી છે અને કંપનીએ આ બાઇકમાં ગ્રાહકોને કઈ ખાસ વસ્તુ આપી છે? ચાલો વિગતવાર તમને જણાવી. બજાજ ઓટોએ ભારતીય બજારમાં વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ લોન્ચ કરી છે. વિશ્વની આ પ્રથમ CNG બાઇકનું નામ ફ્રીડમ છે. બજાજ ઓટોએ આ બાઇકની સેફ્ટી સાથે કોઇ બાંધછોડ કરી નથી અને તેને માર્કેટમાં લોન્ચ કરતા પહેલા આ બાઇકે 11 અલગ-અલગ સેફ્ટી ટેસ્ટ પાસ કરી છે.

બજાજ ફ્રીડમ 125 ભારતમાં રૂ. 95,000 (એક્સ-શોરૂમ) માં લોન્ચ કરવામાં આવી છે, અને હવે બાઇક માટે બુકિંગ ખુલ્લું છે. સૌપ્રથમ, બજાજ ફ્રીડમ 125 મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાં ઉપલબ્ધ થશે, ત્યારબાદ તેને તબક્કાવાર અન્ય રાજ્યોમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ બજાજ ફ્રીડમ સીએનજી બાઇકની પાંચ વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે જે તેને સૌથી ખાસ બનાવે છે. પ્રથમ કન્ટેમ્પરરી સ્ટાઇલ, બીજું નવીન ટેક પેકેજિંગ, ત્રીજી મોટી સીટ, ચોથી મજબૂત ટ્રેલીસ ફ્રેમ અને પાંચમી લિંક્ડ મોનોશોક. બજાજ ફ્રીડમ સીએનજીના લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સીએનજી ટુ-વ્હીલર ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર 1 રૂપિયા હશે.   

આ બાઇકમાં 125 cc સિંગલ સિલિન્ડર એન્જિન છે જે પેટ્રોલ અને CNG બંને પર ચાલી શકે છે. બજાજ ઓટોનો દાવો છે કે આ બાઇક સાથે ગ્રાહકોને બંને ઇંધણ પર કુલ 330 કિલોમીટર સુધીની માઇલેજ મળશે. પેટ્રોલથી સીએનજી અને સીએનજીથી પેટ્રોલમાં જવા માટે બાઇકમાં એક બટન આપવામાં આવ્યું છે, જે આ કામને સરળ બનાવશે.

બજાજ ઓટોએ 95 હજાર રૂપિયાની શરૂઆતની કિંમત સાથે ગ્રાહકો માટે વિશ્વની પ્રથમ CNG બાઇક બજારમાં ઉતારી છે. આ બાઇકને 7 અલગ-અલગ રંગોમાં લોન્ચ કરવામાં આવી છે અને તમને આ બાઇક ત્રણ વેરિયન્ટમાં મળશે. આ બાઇકનું બેઝ ડ્રમ વેરિઅન્ટ રૂ. 95 હજાર, ડ્રમ એલઇડી વેરિએન્ટ રૂ. 1.05 લાખ (એક્સ-શોરૂમ) અને ટોપ ડિસ્ક વેરિએન્ટ રૂપિયા 1.10 લાખ (x-શોરૂમ)માં ઉપલબ્ધ થશે.

બજાજ ઓટોની આ ફ્રીડમ CNG બાઈકમાં 2 કિલોનો સીએનજી સિલિન્ડર અને 2 લીટરની ઈંધણની ટાંકી છે. આ સિવાય કંપનીએ વધુ સારી સુવિધા માટે લિંક્ડ મોનોશોકનો ઉપયોગ કર્યો છે.  

સૌથી મોટી વાત એ હતી કે CNG સિલિન્ડર ક્યાં મૂક્યો છે? કંપનીએ સીએનજી સિલિન્ડરને સીટની નીચે રાખ્યું છે. ચાલો જાણીએ કે આ બાઇક કેટલા કિલોમીટર માઇલેજ આપશે?

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link