5 અબજપતિઓ જેઓ ગામડામાં રહીને ચલાવે છે અબજોનું સામ્રાજ્ય : તમે કેટલાને જાણો છો?
આ યાદીમાં પહેલું નામ શ્રીધર વેમ્બુનું (Sridhar Vembu)છે. તેઓ ભારતના 55મા સૌથી અમીર વ્યક્તિ છે. 18,000 કરોડના માલિક વેમ્બુ ચેન્નાઈ નજીક આવેલા તેમના નાના ગામમાં રહે છે. તેમની કંપની ઝોહોના 6 કરોડથી વધુ યુઝર્સ છે. આજે પણ તે સાયકલ ચલાવે છે અને જ્યારે પણ સમય મળે ત્યારે બાળકોને ભણાવે છે.
આ યાદીમાં આગળનું નામ એમએ યુસુફ અલીનું (MA Yusuff Ali) છે. તે લુલુ મોલના માલિક છે. આજે પણ તેઓ તેમનો મોટાભાગનો સમય કેરળના તેમના ગામ થ્રિસુરમાં વિતાવવાનું પસંદ કરે છે. તેમની 3 દીકરીઓ બિઝનેસ સંભાળે છે. દેશમાં અને ગલ્ફ પ્રદેશોમાં તેમની પાસે 272 રિટેલ સ્ટોર છે.
જોયાલુક્કાસના માલિક જોયાલુક્કાસ (Joyalukkas) ભારતના 50મા સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની સંપત્તિ લગભગ 366 અબજ રૂપિયા છે. તેઓ હજુ પણ કેરળના કોચીમાં તેમના પૈતૃક ઘરમાં રહે છે. જોયલુક્કાસ (Joyalukkas)એ જ્વેલરી રિટેલ ચેઇન છે. તમને જણાવી દઈએ કે તેનો આખો પરિવાર દુબઈમાં છે.
પતંજલિ આયુર્વેદના અધ્યક્ષ આચાર્ય બાલકૃષ્ણ (Balkrishna) પણ એક નાના શહેરમાં રહે છે. તેમની કુલ સંપત્તિ 30,000 કરોડ રૂપિયાની આસપાસ છે. તેઓ યોગ ગુરુ બાબા રામદેવના સહયોગી છે. એવો દાવો કરવામાં આવે છે કે તે પગારના નામે 1 રૂપિયા પણ લેતા નથી.
કેપી રામાસામી (KP Ramasamy) તમિલનાડુના ઈરોડ જિલ્લામાંથી આવે છે. તેમની કુલ સંપત્તિ 19,133.7 કરોડ રૂપિયા છે. તે હજુ પણ કોઈમ્બતુરમાં તેના ગામમાં રહે છે. એક રસપ્રદ વાત એ છે કે તેમની કંપનીમાં લગભગ 90 ટકા કર્મચારીઓ મહિલાઓ છે.