Cyclone: બિપરજોય, મોચા, હવે રેમલ....અચાનક કેમ વધી રહ્યું છે શક્તિશાળી, વિનાશક વાવાઝોડાનું પ્રમાણ? ગુજરાત માટે પણ ચિંતાજનક છે કારણ

Sun, 26 May 2024-8:46 am,

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર દબાણ, સાગરદ્વિપ (પશ્ચિમ બંગાળ)ના દક્ષિણ પૂર્વમાં લગભગ 380 કિમી અને ખેપુપારા (બાંગ્લાદેશ)ના 490 કિમી દક્ષિણમાં તે વિસ્તારમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું.

25 જૂનની સાંજ સુધીમાં તે એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને રવિવારે 26 તારીખની મધરાત સુધીમાં તે ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ લેશે અને તેના બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના તટોને પાર કરવાની શક્યતા છે. 

રેમલ વાવાઝોડું ગુજરાતને અસર કરે તેવી શક્યતા નહિવત છે. જો કે ગુજરાતે ગયા વર્ષે જ બિપરજોય નામના વિનાશકારી વાવાઝોડાનો સામનો કર્યો હતો. તે પહેલા દેશમાં મોચા નામના વાવાઝોડાએ પણ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે એમ થાય કે આ વાવાઝોડા વધવાનું કારણ શું છે? એ પણ પાછા શક્તિશાળી અને વિનાશકારી? તો તમને જણાવી દઈએ કે જ્યારે સમુદ્ર પર ગરમ અને નરમ હવા ઉઠે છે ત્યારે ચક્રવાતી તોફાન આવે છે.

તેનાથી સમુદ્રની સપાટી પાસે હવા ઓછી થાય છે કારણ કે આ હવા ઉપર જાય છે અને તેનાથી દૂર જતી રહે છે. જેમ જેમ આ પવન ઉપરની તરફ જાય છે તેમ તેમ નીચેની તરફ હળવા દબાણનું ક્ષેત્ર બને છે. જેમ જેમ આજુબાજુની હવાઓથી ઓછા દબાણવાળું ક્ષેત્ર પ્રેશર વધારે છે તેમ તેમ તે વાવાઝોડાનું સ્વરૂપ લેવા લાગે છે. વાવાઝોડું થોડા દિવસ કે પછી થોડા સપ્તાહ સુધી પણ રહી શકે છે. 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમુદ્રની સપાટીનું તાપમાન વધુ હોવાના કારણે ચક્રવાતી તોફાન ઝડપથી વિકરાળ સ્વરૂપ લઈ રહ્યા છે અને લાંબા સમય સુધી પોતાની શક્તિ જાળવી રહ્યા છે કારણ કે મહાસાગર ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનથી વધુમાં વધુ ઉર્જા અવશોષિત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે 30 વર્ષોમાં સમુદ્રની સપાટીનું તાપમાન 1880માં રેકોર્ડ થયા બાદથી સૌથી વધુ રહ્યું છે. 

આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડીએસ પાઈના જણાવ્યા મુજબ સમુદ્રની સપાટીનું તાપમાન ગરમ થવાનો અર્થ છે કે વધુ ભેજ, જે ચક્રવાતોની તીવ્રતા માટે અનુકૂળ છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવને કહ્યું કે ઓછા દબાણનું ચક્રવાતમાં ફેરવાય તે માટે સમુદ્રની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ હોવું જોઈએ. બંગાળની ખાડીમાં સમુદ્રની સપાટીનું તાપમાન હાલમાં લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ છે. 

રાજીવનને કહ્યું કે બંગાળની ખાડી અને અરબ સાગર હાલના સમયમાં ખુબ ગરમ છે, આથી ઉષ્ણકટિબંધીય ચક્રવાત સરળતાથી બની શકે છે. જો કે ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને ફક્ત મહાસાગર જ નિયંત્રિત કરે છે એવું નથી પરંતુ વાયુમંડળ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

બીબીસીના અગાઉના એક રિપોર્ટમાં પુણેના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટિયોરોલિકલ ખાતે દરિયાઈ તાપમાનના અભ્યાસુ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. રોક્સી મેથ્યુ કોલને ટાંકીને કહેવાયુ છે કે ક્લાઈમેટ ચેન્જના લીધે તાજેતરના દાયકામાં અરબ સાગરની સપાટીના તાપમાનમાં 1.2 ડિગ્રીથી 1.4 ડિગ્રી જેટલો વધારો થયો છે.

જે વાવાઝોડાના સર્જન માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે. અગાઉ અરબ સાગરની સપાટી ઠંડી હતી જેના કારણે દરિયામાં લો પ્રેશર એરિયા, ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન સર્જાતા હતા. પરંતુ પશ્ચિમ ધ્ય તથા ઉત્તર અરબ સાગરની જળસપાટીનું તાપમાન નીચું રહેવાના કારણે તે વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકતા નહતા. પરંતુ હવે દરિયાની સપાટીનું તાપમાન વધુ હોવાના કારણે તે વાવાઝોડાનું રૂપ ધારણ કરે છે અને તેની તીવ્રતા પણ વધારે હોય છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link