અનિલ કુંબલે બર્થડેઃ `જંબો` સાથે જોડાયેલી આ 5 પાંચ વાતો નહીં ભૂલી શકો તમે

Thu, 17 Oct 2019-3:40 pm,

7 ફેબ્રુઆરી 1999 અને દિલ્હીનું ઐતિહાસિક ફિરોઝશાહ કોટલા મેદાન. આ દિવસે કુંબલે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ઈનિંગમાં તમામ 10 વિકેટ ઝડપનાર વિશ્વનો બીજો બોલર બની ગયો. પાકિસ્તાન પ્રથમ મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવી ચુક્યું હતું. ભારત માટે આ મુકાબલો જીતવો જરૂરી હતો. ભારતે પાકિસ્તાનની સામે 420 રનનો લક્ષ્ય રાખ્યો હતો. પાકિસ્તાને ડ્રો કરાવવા માટે છેલ્લા દિવસે બેટિંગ કરવાની હતી. કુંબલેએ તે દિવસે 10/74નું પ્રદર્શન કરી ભારતને 19 વર્ષમાં પાકિસ્તાન પર પ્રથમ ઐતિહાસિક જીત અપાવી હતી. 

કુંબલે સાથે જોડાયેલી આ યાદ તમે ક્યારેય ભૂલી શકશો નહીં. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સેન્ટ જોન્સમાં મે 2002મા રમાયેલા આ મુકાબલામાં કુંબલે મેદાન પર ફ્રેક્ચર્ડ જડબા સાથે ઉતર્યો હતો. કુંબલેને આ ઈજા મેદાન પર બેટિંગ કરતા થઈ હતી. કુંબલેએ આ તૂટેલા જડબાની સાથે 14 ઓવર બોલિંગ કરી અને લારાની કિંમતી વિકેટ ઝડપી હતી. ત્યારે કુંબલેએ કહ્યું હતું, 'આ એક જોખમ ભર્યું કામ હતું પરંતુ મેં વિચાર્યું કે આ જોખમ લઈ શકાય છે. મને ઓછામાં ઓછી તે વાતની ખુશી રહેશે કે મેં મારા તરફથી સર્વશ્રેષ્ઠ આપ્યું.'  

27 નવેમ્બર 1993ના હીરો કપ ફાઇનલમાં ભારતની સામે વિન્ડીઝની ટીમ હતી. કોલકત્તાના ઈડન ગાર્ડન મેદાન પર કુંબલેએ 12 રન આપીને છ વિકેટ ઝડપી હતી. આ ભારત તરફથી 20 કરતા વધુ વર્ષ વનડેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. 2014મા સ્ટુઅર્ટ બિન્નીએ બાંગ્લાદેશ વિરુદ્ધ 4 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. વિઝડને અનુમાન લગાવ્યું કે કોલકત્તાના તે મેદાન પર આશરે 1 લાખ લોકો હાજર હતા. કુંબલેના આ પ્રદર્શનની મદદથી ભારતે ટાઇટલ પર કબજો કર્યો હતો. 

ભારત માટે 956 આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપનાર કુંબલે આ ક્ષણને ભૂલી શકશે નહીં. આ ક્ષણ તેને બોલે નહીં પણ બેટે અપાવી હતી. 2007મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓવલમાં રમાયેલી ટેસ્ટ મેચમાં કુંબલેએ સદી ફટકારી હતી. ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1-0ની લીડ મેળવી લીધી હતી. જ્યારે કુંબલે 97 રન પર બેટિંગ કરી રહ્યો હતો તો તેણે કેવિન પીટરસનના બોલ પર આગળ વધીને શોટ્સ ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને સફળતા ન મળી. ત્યારબાદ કુંબલેના બેટનો બહારનો કિનારો બાઉન્ડ્રી પાર કરી ગયો અને કુંબલેને મળી તેના કરિયરની પ્રથમ અને છેલ્લી ટેસ્ટ સદી. 

2002મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ હેડિંગ્લેમાં સાત વિકેટ ઝડપનાર કુંબલેએ સિરીઝમાં બરોબરી કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કુંબલેના પ્રદર્શનની મદદથી ભારતે ઈનિંગથી વિજય મેળવ્યો હતો. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં રોબ કી, કેપ્ટન નાસિર હુસેન અને એલેક સ્ટીવર્ટની વિકેટ લીધી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link