આ અબજોપતિના હાથ પર સલમાને આપ્યા હતા સિગારેટના ડામ, કારણ હતી ઐશ્વર્યા
30 ડિસેમ્બર, 1968ના દિવસે જન્મેલા ટેકનોક્રેટ સબીર ભાટિયાનો આજે જન્મદિવસ છે. ભારતમાં આઇટી ઉદ્યોગની શરૂઆત થઈ હતી ત્યારે સબીર ભાટિયાની ગણતરી અગ્રગણ્ય ટેકનોક્રેટ તરીકે થતી હતી. તેણે સ્થાપેલી કંપની હોટમેઇલનું નામ આગળ પડતું હતું. સબીર ભાટિયાએ થોડો સમય Apple Computerમાં હાર્ડવેર એન્જિનિયર તરીકે કામ કર્યું છે. આ પછી તેણે સાથીદાર જેક સ્મિથ સાથે મળીને 4 જુલાઈ, 1996ના દિવસે Hotmailની સ્થાપના કરી. આ સર્વિસ આઇપી બેઝ્ડ ઇમેઇલમાંથી આઝાદી આપીને આખી દુનિયામાં ગમે તે યુઝરના ઇનબોક્સને ખોલવાની સગવડ આપતું હતું. સબીરે હોટમેઇલના પ્રેસિડન્ટ અને CEOની જવાબદારી નિભાવી હતી.
Hotmailને 1998માં Microsoft દ્વારા ખરીદી લેવામાં આવી હતી. સબીરે માઇક્રોસોફ્ટમાં 1 વર્ષ કામ કર્યું અને 1999માં માઇક્રોસોફ્ટ છોડીને ઇ-કોમર્સ ફર્મ Arzoo Incની સ્થાપના કરી.
સબીરે JaxtrSMS નામની ફ્રી એસએમએસ સર્વિસ પણ શરૂ કરી હતી. સબીર ભારિયા તેની પ્રોફેશનલ સિદ્ધિ માટે જેટલો જાણીતો છે એટલો જ ચર્ચાસ્પદ તેની પર્સનલ લાઇફને કારણે છે.
સબીર ભાટિયાનો જન્મ ચંદીગઢનાં હિન્દુ-પંજાબી પરિવારમાં થયો હતો. તે એક ભારતીય-અમેરિકી ઉદ્યોગસાહસિક છે, જેઓ હોટમેઇલ ઈમેલ સેવાનાં સહસ્થાપક હતા. ભાટિયા પાસે 200 મિલિયન અમેરિકી ડોલરની પ્રોપર્ટી છે.
સબીર ભાટિયા સિંધી કમ્યુનિટીનો છે.
તેના પિતાનું નામ બલદેવ ભાટિયા હતું અને તેઓ ઇન્ડિયન આર્મીમાં કેપ્ટન હતા. સબીરની માતા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં કામ કરતા હતા.
સબીર ભાટિયા પોતાનાં કામ ઉપરાંત પર્સનલ લાઈફનાં કારણે પણ ચર્ચામાં રહ્યાં છે. ભાટિયા ઐશ્વર્યા-સુસ્મિતા જેવી બોલિવૂડ અભિનેત્રીને પસંદ કરવાની વાતના કારણે ચર્ચામાં રહ્યા હતા. તેમનાં લગ્ન તેમની ફ્રેન્ડ તાનિયા સાથે થયા હતા. બાદમાં તેઓએ છૂટાછેડા પણ લઈ લીધા.
બોલિવૂડ સ્ટાર સુસ્મિતાનું નામ હોટમેઇલના હેડ સબીર ભાટિયા સાથે જોડાયું હતું. સાંભળવા મળ્યું હતું કે એ દરમિયાન સબીરે સુસ્મિતાને એક ડાયમંડ રિંગ પણ ગિફ્ટ કરી હતી. જોકે, સબીરે આને ફ્રેન્ડશિપનું નામ આપ્યું હતું.
એક તબક્કે સબીર ભાટિયા અને ઐશ્વર્યા રાય વચ્ચે મિત્રતાથી વિશેષ સંબંધ હોવાની ચર્ચા હતી. આ સમયે ઐશ્વર્યાની સલમાન સાથે રિલેશનશીપ ચાલી રહી હતી. આ સંજોગોમાં એક કાર્યક્રમમાં સબીર અને સલમાન સામસામે થઈ ગયા હતા. આ સમયે અકળાયેલા સલમાને ગુસ્સામાં સબીરના હાથમાં સળગતી સિગારેટના ડામ આપ્યા હતા. જોકે પછી તેણે જાણે ભુલ થઈ ગઈ હોય એમ વાત વાળી લીધી હતી.
2008માં સબીરે બૈદ્યનાથ ગ્રુપની વારસદાર એવી નાગપુરની તાનિયા શર્માની સાથે લગ્ન કર્યા હતા. તેઓ ફ્રેન્ડ તરીકે આઠ વર્ષથી એક-બીજાને જાણતા હતા. તેઓએ લેંગકોવી, મલેશિયામાં લગ્ન કર્યા હતા. આ લગ્ન વધારે સમય સુધી ન ટક્યા. 2013માં બંન્નેએ છૂટાછેડા લઈ લીધા. સબીર અને તાનિયાને અરિયાના નામની એક દીકરી પણ છે.