બર્થડે સ્પેશિયલ: આ મામલે શાહરૂખ, સલમાન અને આમિરથી આગળ છે મહેશ બાબૂ
જો વાત સ્ટાઇલ અને લુકની કરીએ તો, મહેશ બાબૂ આ મામલે પણ બધાથી આગળ છે.
વર્ષ 2013માં મહેશ બાબૂએ શાહરૂખ, આમિર અને સલમાનને પાછડ છોડી પહેલા સ્થાન પર કબ્જો જમાવતા ટાઇમ્સના મોસ્ટ ડિઝાયરેબલ મેન બની ગયા હતા.
મહેશ બાબૂ અત્યાર સુધીમાં 7 ‘નંદી એવોર્ડ’, 5 ‘ફિલ્મફેર એવોર્ડ’, 3 ‘સિનેમા એવોર્ડ’, 3 ‘દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ’ અને 1 ‘આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડેમી એવોર્ડ’ પોતાના નામે કરી ચુક્યા છે.
મહેશ બાબૂએ વર્ષ 2005માં બોલીવુડ એકટ્રેસ નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે. દિકરાનું નામ ગૌતમ અને દીકરીનું નામ સિતારા છે.
વર્કફ્રંટની વાત કરીએ તો મહેશ બાબૂ ટૂંક સમયમાં તેની એપકમિંગ ફિલ્મ ‘સરિલરુ નીકેવરુ’માં જોવા મળશે. ફિલ્મ ‘સરિલરુ નીકેવરુ’નું નિર્દેશન અનિલ રવિપુડી કરી રહ્યાં છે. દિલ રાજૂ અને એક એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્મિત કરવામાં આવતી આ ફિલ્મથી મહેશ બાબૂ અને રવિપુડી પહેલી વખત સાથે કામ કરી રહ્યાં છે.
જણાવી દઇએ કે, સિંગાપુરના મેડમ તુસાદ સંગ્રહાલયમાં મહેશ બાબૂના વૈક્સ સ્ટેચ્યૂની એન્ટ્રી પણ થઇ ગઇ છે અને આ પદ હાસલ કરનાર મહેશ બાબૂ સાઉથ ઇન્ડસ્ટ્રીના બીજા હીરો બની ગયા છે. આ પહેલા માત્ર બાહુબલી ફેમ પ્રભાષને આ દરરજો મળ્યો હતો. સિંગાપુર સ્થિત મેડમ તુસાદ સંગ્રહાલયમાં અભિનેતા મહેશ બાબૂની એન્ટ્રી થઇ ગઇ છે. તાજેતરમાં જ તેમની મીણની પ્રતિમાનું હૈદરાબાદની ‘એએમબી સિનેમા’માં અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રભાસ બાદ મહેશ બાબૂ બીજા તેલુગૂ અભિનેતા છે જેમની મીણની પ્રતિમા બનાવવામાં આવી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો મહેશ બાબૂના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)