એક સમયે 2000 રૂ.ની નોકરી કરનાર વિદ્યા બાલનના પતિ, આજે છે 32 અરબના માલિક
)
સિદ્ધાર્થ રોય કપૂરની ઓળખ ફક્ત બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલનના પતિ તરીકે નથી. પરંતુ તે એક બિઝનેસમેન તરીકે પણ જાણિતા છે. સિદ્ધાર્થ એક હસ્તી છે, જેમણે નીચેથી ઉપરના લેવલ સુધી સફર પાર પાડી છે. એક સમયે 200 રૂપિયાની નોકરી શરૂ કરનાર સિદ્ધાર્થ આજે 32 અરબ રૂપિયાના માલિક છે. આજે સિદ્ધાર્થ રોય કપૂરનો જન્મ દિવસ છે. 2 ઓગસ્ટ 1974ના રોજ મુંબઇમાં તેમનો જન્મ થયો હતો.
)
ઇંટર્નથી શરૂ કર્યું હતું કેરિયર : વિદ્યા બાલન સાથે લગ્ન પહેલાં કદાચ ખૂબ ઓછા લોકોને સિદ્ધાર્થ રોય કપૂર વિશે જાણતા હતા. પરંતુ તે એક બોલીવુડ અભિનેત્રીના પતિ હોવા ઉપરાંત એક સફળ ફિલ્મ પ્રોડ્યૂસર અને ફિલ્મ એન્ડ ટેલીવિઝન પ્રોડ્યૂસર ગિલ્ડ ઓફ ઇન્ડીયાના પ્રેસિડેંટ પણ છે. તેમની ચર્ચા એટલા માટે પણ થાય છે, કારણ કે તેમના કેરિયરની શરૂઆત ઇંટર્ન તરીકે કરી હતી અને હવે તે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરના પદ પર પહોંચી ગયા છે.
)
જ્યાં ઇંટર્ન હતા ત્યાંના CEO બન્યા : સિદ્ધાર્થ રોય કપૂરની કહાની પણ ખૂબ રસપ્રદ છે. તેમણે પોતાની પહેલી નોકરી 1994માં રોની સ્ક્રૂવાલાના સ્વામિત્વવાળા યૂટીવી સાથે ઇંટર્ન તરીકે કરી હતી. ઇંટર્ન તરીકે તેમણે 2000 રૂપિયા દર મહિને મળતા હતા. નોકરી કરતી વખતે જ તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. એમબીએ કર્યું અને પછી ફરી રોની સ્ક્રૂવાલાની સાથે કંપનીના પ્લાનિંગ અને સ્ટ્રેટેજી પર કામ કર્યું.
UTV માં થઇ વાપસી : એમબીએ કર્યા બાદ સિદ્ધાર્થને બીજી કંપનીઓમાંથી ઓફર મળવાનું શરૂ થયું. તેમણે યૂટીવીનો સાથ છોડીને પ્રોડક્ટ એન્ડ ગેમ્બલમાં નોકરી કરી. ત્યારબાદ સ્ટાર ટીવીના હોંગકોંગ ઓફીસમાં નોકરી કરી. અહીં તે સૌથી યુવા વાઇસ પ્રેસિડેંટ્સમાંના એક બનીને નિકળ્યા. ત્યારબાદ ફરીથી યૂટીવીમાં વાપસી થઇ.
હંગામા ટીવીની શરૂઆત કરી : રોની સ્ક્રૂવાલાએ પોતે તેમને યૂટીવીમાં નોકરી કરવાની તક આપી. સિદ્ધાર્થે યૂટીવી માટે રંગ દે બસંતી અને ખોસલા કા ઘોંસલા જેવી ફિલ્મોના માર્કેટિંગમાં કામ કર્યું. આ દરમિયાન તેમણે હંગામા ટીવીનો પાયો નાખ્યો. હંગામા ટીવીની સફળતા પાછળ સિદ્ધાર્થનો હાથ ગણવામાં આવે છે. તેમણે તેના દ્વારા ડિઝ્ની ચેનલને આકરી ટક્કર આપી.
2008માં બન્યા સીઇઓ : હંગામાની સફળતા બાદ સિદ્ધાર્થે યૂટીવી મોશન પિક્ચર્સમાં માર્કેટિંગની સાથે-સાથે ડિસ્ટ્રીબ્યૂશન અને રેવન્યૂ જનરેશનની જવાબદારી પણ સંભાળી. 2008માં તેમને કંપનીના સીઇઓ બનાવવામાં આવ્યા. સિદ્ધાર્થના સીઇઓ બનતાં જ યૂટીવી મોશન પિક્ચર્સને મોટો ફાયદો થયો.
યૂટીવીના મેનેજિંગ ડાયરેક્ટર બન્યા: જોધા અકબર, એ વેડનસડે, ફેશન, પીપલી લાઇવ, દેવ જી, રાજનીતિ, નો વન કિલ્ડ જેસિકા અને પાન સિંહ તોમર જેવી ફિલ્મો યૂટીવીના બેનર હેઠળ બની. જોકે, થોડા સમય બાદ જ વાલ્ટ ડિઝ્નીએ યૂટીવીને ખરીદી લીધી. ત્યારબાદ વોલ્ટ ડિઝ્નીએ સિદ્ધાર્થને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા.
32 અરબ રૂપિયાના માલિક: ડિઝ્ની યૂટીવી પ્રોડક્શંસની પહેલી ફિલ્મ બર્ફી હતી. ત્યારબાદ એબીસીડી, શાબિદ, કાઇ પો છે, ચેન્નઇ એક્સપ્રેસ અને હૈદર જેવી ફિલ્મોનું નિર્માણ પણ આ કંપનીએ કર્યું. Notjustrich.com વેબસાઇટના અનુસાર સિદ્ધાર્થ રોય કપૂરની કુલ સંપત્તિ લગભગ 476 મિલિયન ડોલર (લગભગ 32 અરબ રૂપિયા) છે.