Niyaaz એ Biryani ની એડમાં લગાવ્યો હિન્દુ સંતનો ફોટો, વધતા તણાવ વચ્ચે કર્ણાટકના આ શહેરમાં બધી હોટલ બંધ કરાવાઈ
શહેરમાં અનેક રેસ્ટોરાના માલિક નિયાઝ હોટલે સોશિયલ મીડિયા પર પોસ્ટર બહાર પાડ્યું, જેમાં એક હિન્દુ સંત પોતાના ભક્તોને બલિદાનની જગ્યાએ બિરયાની ખાવાનું કહી રહ્યા છે. પોસ્ટરમાં કેપ્શન પણ હતી કે 'નિયાઝ ચાખ્યા બાદ ગુરુજી'. સોશિયલ મીડિયા પર પોસ્ટની કેપ્શનમાં લખ્યું છે કે અમારી બિરયાની અન્ય તમામની સરખામણીમાં બેસ્ટ છે.
નિયાઝ હોટલની બિરયાનીમાં વિશેષજ્ઞતાવાળા એક હિન્દુ સંતની તસવીરવાળું પોસ્ટર બહાર પાડ્યા બાદ હિન્દુ સંગઠનોમાં આક્રોશ છે. પોસ્ટરના કારણે શહેરમાં હોટલો બંધ કરાવવી પડી અને કોઈ પણ હિંસાને રોકવા માટે ગુરુવાર સાંજથી પોલીસ તૈનાત કરી દેવાઈ.
આ પોસ્ટર વાયરલ થતા જ હિન્દુ સંગઠનોએ જાહેરાતનો આકરો વિરોધ કરવાનો શરૂ કરી દીધો. તેમણે દાવો કર્યો કે હોટલ મેનેજમેન્ટે હિન્દુ સંતો અને હિન્દુ પરંપરાઓનું અપમાન કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના નેતાઓએ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરીને હોટલ મેનેજમેન્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આવેદન આપ્યું છે.
એટલું જ નહીં સ્થાનિક ભાજપ નેતાઓએ હિન્દુઓને આગળ આવીને પોતાનો વિરોધ નોંધાવવાનું પણ આહ્વાન કર્યું. આ બાજુ પોલીસ વિભાગે પરેશાની જાણી લેતા સમૂહની તમામ હોટલોને બંધ કરાવી દીધી અને હોટલ પરિસરમાં પોલીસકર્મીઓ તૈનાત કરી દીધા.
આ બાજુ વિવાદ વધતો જોઈને નિયાઝ હોટલના મેનેજમેન્ટે વિવાદિત પોસ્ટરને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ડીલિટ કરી નાખ્યું છે. આ સાતે જ હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી છે. (ઈનપુટ-IANS)