ખોડલધામમાં સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત, રજતતુલા કરવામાં આવી, જુઓ Photos
ખોડલધામમાં દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યુ કે, ગુજરાતીઓએ હંમેશા બીજાની મદદ કરી છે. ગુજરાતના સર્વાંગિ વિકાસ માટે સામુહિક નિર્ણય કરીશું. તેમણે કહ્યું કે, તમારી કોઈ વ્યથા હોય, પશ્નો હોય કે સૂચનો હોય તેનો ઉકેલ લાવીશું.
સીઆર પાટીલે ખોડલધામમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે બંધ બારણે એક બેઠક યોજી હતી. આ બેઠક આશરે 15 મિનિટ સુધી ચાલી હતી. ત્પાયારબાદ ટીદાર અગ્રણી નરેશ પટેલે કહ્યુ કે, ભાજપ પ્રમુખનું ખોડલધામમાં સ્વાગત છે. તેમણે કહ્યું કે, આ મુલાકાતને રાજકીય રીતે જોવાની જરૂર નથી.
ખોડલધામમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની રજતતુલા પણ કરવામાં આવી હતી.
મંદિરમાં દર્શન કર્યા બાદ સીઆર પાટીલને ખોડલધામ મંદિરની મૂર્તિનો એક ફોટો પણ ભેટમાં આપવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્રના પ્રવાસના બીજા દિવસે ખોડલધામ પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષનું પાટીદાર અગ્રણે નરેશ પટેલે સ્વાગત કર્યું હતું.
સીઆર પાટીલે ખોડલધામ મંદિરમાં દર્શન કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલની સાથે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા પણ ખોડલધામ પહોંચ્યા હતા.
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ખોડલધામ મંદિરે પોતાની તસવીર પણ ખેંચાવી હતી.