‘મોદીજી સાથે છે તો હિંમત આવશે જ...’ આ જુસ્સા સાથે દિવ્યાંગો સાઈકલ પર નીકળ્યા દિલ્હીની સફરે
)
અમદાવાદના crpf ના દિવ્યાંગ જવાનોએ આ પહેલ શરૂ કરી છે. જેમાં 4 જેટલા દિવ્યાંગ જવાનો સાઈકલિંગ કરીને આજે અમદાવાદથી દિલ્હી પહોંચશે. સાબરમતી આશ્રમથી તેઓની સફરને પીએમ મોદીના જન્મદિવસ પર લીલીઝંડી આપવામાં આવી હતી.
)
તેઓ આજથી આ સફરની શરૂઆત કરશે અને 2 ઓક્ટોબર ગાંધીજયંતીના દિવસે દિલ્હી રાજઘાટ પહોંચશે. 4 દિવ્યાંગ જવાનોનો જુસ્સો વધારવા માટે અન્ય 90 જવાનો પણ સાઈકલ રેલીમાં જોડાયા છે. જેમાં 4 મહિલાઓ પણ સામેલ છે. તો ગાંધીનગરથી પણ કેટલાક જવાનો જોડાવાના છે.
)
સમગ્ર રેલીમાં 980 કિલોમીટર અંતરનું સાઈકલિંગ કરાશે. આ રેલીનો ઉદ્દેશ દિવ્યાંગ પોતાને હિંમત ન છોડે અને તે પણ દેશ માટે કંઈ કરી શકે છે તે માટે છે.