Bloating: વારંવાર તમારું પેટ ફુલી જાય છે? રસોઈમાં વપરાતી આ 5 વસ્તુથી 10 મિનિટમાં તકલીફ દુર થશે
રસોઈમાં વપરાતું આદુ પેટની તકલીફ માટે ફાયદાકારક છે. આદુની હર્બલ ચા બનાવીને પીવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ બરાબર કામ કરતી થઈ જાય છે અને બ્લોટીંગ દૂર થાય છે.
વરીયાળી નેચરલ માઉથ ફ્રેશનર છે. તેનાથી મોઢાની વાસ દૂર થાય છે. તેની સાથે પાચનની તકલીફ પણ દૂર થાય છે. બ્લોટીંગ ની તકલીફમાં વરીયાળી ચાવીને ખાવાથી રાહત થાય છે.
ફુદીનામાં આયુર્વેદિક ગુણ હોય છે અને તેની તાસીર ઠંડી હોય છે. તે પેટને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. એક કપ પાણીમાં ફુદીનાના પાન ઉપાડીને ગરમ ગરમ પી લેવાથી બ્લોટીંગ મટે છે.
પેટ ફુલવાની તકલીફથી તુરંત રાહત મેળવવી હોય તો જીરાનો ઉપયોગ કરી શકાય છે. એક ચમચી જીરાને એક કપ પાણીમાં મિક્સ કરી બરાબર ઉકાળો. આ પાણી હુંફાળું હોય ત્યારે ધીરે ધીરે પી લેવું.
લીંબુ પાચનતંત્ર માટે ફાયદાકારક છે. પેટ ફુલવાની સમસ્યા હોય તો એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુ નીચોવીને પી લેવું. બ્લોટીંગ થી તુરંત રાહત મળશે.