Blue Banana: વાદળી રંગના કેળા જોઈને તમને પણ થશે આશ્ચ્રર્ય, આવો હોય છે સ્વાદ
કેળા ખાવાના ફાયદાઓ આપ સૌ કોઈ જાણતા હશો. પણ ક્યારેય તમે એવા કેળા જોયા છે જેનો રંગ વાદળી હોય. બાળપણથી આપણે સૌ કેળા ખાતા આવ્યા છીએ. જે પીળા રંગના હોય છે અને કાચા કેળા લીલા રંગના હોય છે. પણ પીળા અને લીલા રંગથી અલગ દુનિયામાં વાદળી રંગના કેળા પણ છે. આ કેળાનું ઉત્પાદન પણ ભારતમાં થતાં કેળાના ઉત્પાદનની જેમ થાય છે પણ ખાલી તેનો રંગ વાદળી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વાદળી રંગના કેળાની ખેતી થઈ રહી છે. આ કેળાને અલગ અલગ દેશોમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. હવઈમાં આઈસ્ક્રીમ બનાના અને ફિલિપાઈન્સમાં ક્રીના નામથી ઓળખવામાં આવે છે.
બ્લૂ કેળાને બ્લૂ જાવા કેળા પણ કહેવામાં આવે છે. આ સિવાય, વાદળી રંગના કેળાને કેરી, હવાઈ કેળા, આઈસ્ક્રિમ કેળાના નમથી ઓળખવામાં આવે છે. બ્લૂ જાવા કેળા 7 ઈંચ સુધી લાંબા હોય છે.
બ્લૂ કેળાની ખેતી ટેક્સાસ, ફ્લોરિડા, કૈલિફોર્નિયા, લુઈસિયાનામાં થાય છે. આ કેળા વેનિલા આઈસ્ક્રીમ જેવા લાગે છે.
દક્ષિણ પૂર્વ એશિયામાં વાદળી કેળી ખેતી કરવામાં આવે છે. દક્ષિણ અમેરિકામાં વાદળી રંગના કેળાની ખેતી થાય છે. જેનું કારણ છે તે ઓછા તાપમાન અને ઠંડા પ્રદેશોમાં થાય છે. આવા સ્થળો પર વાદળી કેળાની ખેતી સૌથી સારી થાય છે.