જેની પાછળ હજારો છોકરા લટ્ટુ છે તેવી આ રૂપસુંદરીઓ.. હકીકતમાં હતી `હેન્ડસમ હંક`
મોડલિંગની દુનિયામાં જાણીતુ નામ ગણાતા શિનાતા સાંઘા એક સમયે પુરુષ હતી. પરંતુ હવે તે એક ખુબસુરત મોડલ બની ગઈ છે. જો કે શિનાતા સાંઘાનું અસલ નામ શું છે તે હજુ કોઈને ખબર નથી.
મોડલિંગની દુનિયામાં શિનાતા સાંઘા આજથી નહીં પરંતુ 2010થી લઈને 2012 સુધી સતત ત્રણવાર તે વિશ્વની સૌથી સુંદર ટ્રાન્સજેન્ડરનો ખિતાબ મેળવી ચૂકી છે. તેની ખુબસુરતી ગમે તેના હોશ ઉડાવી શકે છે.
આ હેન્ડસમ બોયને જોઈને કોઈ પણ યુવતી ફિદા થઈ જાય. એક સમયે ગૌરવ પર અનેક છોકરીઓ મરતી હતી. તે જાણીતો મોડલ હતો. પરંતુ સર્જરી બાદ છોકરી બની ગયો.
ગૌરવ અરોડાએ સર્જરી કરાવીને યુવતી તરીકેનું અસલ સ્વરૂપ મેળવ્યું. તેને જોઈને ભલભલાના હોશ ઉડી જાય. હવે તે એક સુંદર યુવતી તરીકે જીવન જીવી રહ્યો છે.
આ તસવીર જોઈને તમે ગોથું ખાઈ જશો. પરંતુ બોબી ડાર્લિંગ અસલમાં આવો લાગતો હતો.
બોબી ડાર્લિંગ પણ એ જ સંઘર્ષમાંથી પસાર થઈ. ત્યારેબાદ તેણે પોતાની ઓળખ સંપૂર્ણ રીતે બદલી નાખી.
શીખ પરિવારમાં જન્મેલો એક માસૂમ છોકરો હતો. પરંતુ મોટો થયો તો તેને થયું કે તેની અંદર એક યુવતી છે. તેણે તે યુવતીને ઓળખી અને માતા પિતાની વિરુદ્ધ જઈને સર્જરી કરાવી. આજે આપણે તેને ગઝલ ધાલીવાલ તરીકે ઓળખીએ છીએ.
સર્જરી કરાવી ચૂકેલા ગઝલ ધાલીવાલ હવે એક સુંદર યુવતી બની ગઈ છે. ગઝલ ધાલીવાર એ જ છે કે જેણે સોનમ કપૂરની ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા' ની કહાની લખી છે.
નિક્કી ચાવલા પણ એક જાણીતી અભિનેત્રી છે. જો કે આ છોકરી નહીં પરંતુ છોકરો હતી. છોકરામાંથી છોકરી બનેલી નિક્કી ચાવલાએ ખુબ સંઘર્ષ કર્યો અને ખુબ મુશ્કેલીથી પોતાની ઓળખ બનાવી. આ માટે ઘર છોડ્યું અને કિન્નરોના ગ્રુપમાં સામેલ થઈ. પૈસા ભેગા કર્યા અને બની ગઈ એક ખુબસુરત મહિલા.