Bollywood Actress: બોલીવુડની આ હસીનાઓએ ફિલ્મમાં પહેર્યાં 40-40 કિલો વજનના લહેંગા!

Sun, 23 Apr 2023-3:19 pm,

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસ'ના 'કહે છેડે મોહે' ગીતમાં બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે પહેરેલા લહેંગાનું વજન લગભગ 30 કિલો હતું. આ લહેંગામાં ડાન્સ કરવો તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો.

સાઉથની સુપરસ્ટાર, જે હવે બોલિવૂડમાં પણ ધમાલ મચાવી રહી છે, સમંથા રૂથ પ્રભુ તાજેતરમાં જ ફિલ્મ 'શકુંતલમ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી દ્વારા પહેરવામાં આવેલ લહેંગાનું વજન 30 કિલો છે; સમન્થા માટે તેને પહેરીને ચાલવું પણ મુશ્કેલ હતું.

તમે કદાચ આ લિસ્ટમાં કરીના કપૂરના નામની આશા નહીં રાખતા હોવ! ફિલ્મ 'કી એન્ડ કા'માં કરીનાએ 'હાઈ હીલ્સ' ગીતમાં મનીષ મલ્હોત્રાનો ડિઝાઈનર લહેંગા પહેર્યો હતો, જેનું વજન 35 કિલો હતું.

ઐશ્વર્યા રાય બચ્ચને ફિલ્મ 'જોધા અકબર'માં ખૂબ જ હેવી કોસ્ચ્યુમ પહેર્યા છે અને તમને કદાચ ખબર નહીં હોય કે હસીનાએ પહેરેલી જ્વેલરી પણ વાસ્તવિક છે.

ફિલ્મ 'પદ્માવત'ના ગીત 'ઘૂમર'માં દીપિકા પાદુકોણે પહેરેલા લહેંગાનું વજન 30 કિલો છે. તેની કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link