કાસ્ટિંગ ડાયરેક્ટરના 300 ટુકડા કરી લાશ સામે બોયફ્રેન્ડ જોડે આ અભિનેત્રીએ માણ્યું શરીર સુખ!

Thu, 22 Aug 2024-5:52 pm,

Who Is This South Actress: તમે આવી ફિલ્મો જોઈ હશે જેમાં ભયાનક હત્યાઓ બતાવવામાં આવી છે, જે હવે વાસ્તવિક જીવનમાં પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ અમે અહીં જે સમયની વાત કરી રહ્યા છીએ, તે સમયે કોઈની આ પ્રકારે કરપીણ હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો નહતો. આ પહેલો બનાવ હતો જેમાં અભિનેત્રીએ પોતાના પ્રેમી સાથે મળીને ડાયરેક્ટરની ક્રૂરતા પૂર્વક હત્યા કરી. અને તેની શરીરના ટુકડાઓની સામે બેસીને પોતાના બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધ્યો. આ રિયલ લાઈફ ઘટના પર બાદમાં ફિલ્મ પણ બની...

આ ઘટના હૃદયદ્રાવક કરતાં ઓછી ન હતી. હા, આ વર્ષ 2008ની વાત છે જ્યારે મુંબઈમાં એક ખૂબ જ ભયાનક ઘટના બની હતી, જેણે સમગ્ર દેશની સાથે-સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ભયનું વાતાવરણ સર્જ્યું હતું. દક્ષિણની એક અભિનેત્રી જે બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવવા માટે આવી હતી. તેણે તેના પોતાના મિત્રની હત્યા કરી, જે કાસ્ટિંગ ડિરેક્ટર હતા અને તેના 300 ટુકડા કરી નાખ્યા. આ ઘટના અંગે જાણીને તમારા રૂંવાટા ઉભા થઈ જશે.

આજે અમે તમને જે સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ તે 2008ના સૌથી મોટા મર્ડર કેસની છે, જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચમકતી દુનિયા સાથે સંબંધિત છે. આ હત્યાકાંડથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની સાથોસાથ આખું મુંબઈ ધ્રૂજી ઊઠ્યું હતું. આ કહાનીમાં 3 મુખ્ય પાત્રો છે. પહેલું પાત્ર- નીરજ ગ્રોવર, જે બાલાજી પ્રોડક્શન હાઉસમાં કાસ્ટિંગનું કામ કરતો હતો અને આ અભિનેત્રીનો સારો મિત્ર પણ હતો. બીજું પાત્ર- મારિયા મોનિકા સુસાઈરાજ પોતે, જે કન્નડ અભિનેત્રી હતી. ત્રીજું પાત્ર- લેફ્ટનન્ટ જેરોમ મેથ્યુ, જે મારિયાનો બોયફ્રેન્ડ હતો, જેની સાથે તે સગાઈ કરવા જઈ રહી હતી.  

સૌથી પહેલા મારિયા મોનિકા સુસાઈરાજ વિશે જાણીએ. મારિયા એક કન્નડ અભિનેત્રી હતી, જે હિન્દી ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવી હતી. મૈસૂરના એક ખ્રિસ્તી પરિવારમાં જન્મેલી મારિયા બાળપણથી જ હિરોઈન બનવા માંગતી હતી, પરંતુ પરિવાર તેની વિરુદ્ધ હતો. તે રોજ અલગ અલગ નિર્માતાઓની ઓફિસોના ધક્કા ખાતી હતી. પછી, મારિયાને વર્ષ 2002 માં કન્નડ સિનેમામાં કેટલીક નાની ભૂમિકાઓ કર્યા પછી મોટો બ્રેક મળ્યો, પરંતુ તેની ફિલ્મ ફ્લોપ સાબિત થઈ અને આ રીતે થોડો સમય પસાર કર્યા પછી, તે મુંબઈ ગઈ.

મુંબઈમાં તેની મુલાકાત બાલાજી પ્રોડક્શન હાઉસમાં કાસ્ટિંગમાં કામ કરતા નીરજ ગ્રોવર સાથે થઈ અને બંને થોડા જ સમયમાં સારા મિત્રો બની ગયા. પછી એક દિવસ 26 વર્ષનો નીરજ ગ્રોવર અચાનક ગાયબ થઈ ગયો. તે તેની મિત્ર મારિયાને તેનું ઘર બદલવામાં મદદ કરી રહ્યો હતો, પરંતુ તે પછી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. કલાકો અને દિવસોની શોધખોળ છતાં જ્યારે તેનો કોઈ પત્તો ન મળ્યો, ત્યારે પોલીસે મોબાઈલ ટાવર પરથી તેનું લોકેશન ટ્રેસ કર્યું, જેના કારણે મારિયાની ધરપકડ કરવામાં આવી, જેણે ખુલાસો કર્યો કે નીરજની હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના 300 ટુકડા કરવામાં આવ્યા હતા .

હવે ત્રીજું પાત્રની આ કહાનીમાં એન્ટ્રી થાય છે અને તે જેરોમ મેથ્યુ છે, જે મારિયાનો બોયફ્રેન્ડ હતો. જોકે, નીરજને આ વાતની જાણ નહોતી. જેરોમ મારિયા વિશે ખૂબ જ હકારાત્મક હતા. એક દિવસ જ્યારે તેણે મારિયાને ફોન કર્યો ત્યારે તેને ખબર પડી કે મારિયાએ મુંબઈમાં એક ઘર ભાડે લીધું છે, જેના માટે નીરજ તેને શિફ્ટિંગમાં મદદ કરી રહ્યો છે. 

પરંતુ મારિયાએ જેરોમથી આ હકીકત છુપાવી હતી કે શિફ્ટ થયા બાદ બંને એક અઠવાડિયા સુધી લિવ-ઈનમાં રહેતા હતા. નીરજનું નામ સાંભળીને જેરોમ મુંબઈ પહોંચ્યો જ્યાં તેણે બંનેને એકસાથે જોયા તો તેના ગુસ્સાની કોઈ સીમા ન રહી અને તેણે નીરજનો જીવ લઈ લીધો.

જ્યારે જેરોમનો ગુસ્સો શમી ગયો, ત્યારે તેને સમજાયું કે તેણે શું કર્યું છે, ત્યારબાદ બંનેએ પોતાનો ગુનો છુપાવવા માટે નીરજના શરીરના 300 ટુકડા કરી નાખ્યા. આટલું જ નહીં, મારિયાએ ખુલાસો કર્યો કે તેણે અને જેરોમે નીરજની ડેડ બોડી સામે સેક્સ પણ કર્યું હતું. 

અભિનેત્રી અને તેના બોય ફ્રેન્ડ બન્નેએ લાશના ટુકડા સામે બેસીને પહેલાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ પછી બંનેએ તે ટુકડાઓનો નિકાલ કર્યો. 

નીરજનો ફોન મારિયા પાસે જ હતો. રસ્તામાં ફોનની ઘંટડી વાગી ત્યારે મારિયાએ ચેક કરવા માટે ખિસ્સામાંથી ફોન કાઢી લીધો, જેના કારણે ભૂલથી કોલ આવી ગયો અને હત્યા કેસનો પર્દાફાશ થયો. આ મર્ડર કેસમાં મારિયાને 3 વર્ષની અને જેરોમને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link