કંગના રનૌત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ મંત્રમુગ્ધ થઈ, PHOTOS

Tue, 17 Oct 2023-3:25 pm,

આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ મિત્ર ઝુબીન ગમીર દ્વારા એકતાનગરના સતત થઈ રહેલા વિકાસની માહિતી પણ આપવામાં આવી હતી  

નોંધપોથીમાં પોતાના પ્રતિભાવો નોંધતા કંગના રાણાવતે નોંધી પોતાની મુલાકાતનો રાજીપો વ્યક્ત કર્યો હતો

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ અભિનેત્રી કંગના રાણાવતે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે લોખંડી પુરૂષ સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર દેશનું ગૌરવ છે અને મને ગર્વ છે કે આજે આ મહાન પ્રતિભાને સેલ્યુટ કરવાનો મને મોકો મળ્યો

અભિનેત્રી કંગના રાણાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉત્તમ જાળવણી, સ્વચ્છતા અને સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળને અભિનંદન પાઠવ્યા હતા

આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ અને નર્મદા જિલ્લાના કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવટિયાએ કંગના રાણાવતને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રતીક અને સોવેનિયર પુસ્તિકા સંપૂટ આપીને તેમનું સ્વાગત કર્યું હતું

સમગ્ર મુલાકાત દરમ્યાન નાયબ કલેક્ટર અભિષેક સિન્હા સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link