મલાઈકા અરોડા ફિટ રહેવા માટે કરે છે આ 8 કામ, ખાસ જાણો

Tue, 25 Oct 2022-5:11 pm,

મલાઈકા અરોડા હંમેશા પોતાની ફિટનેસ અને સુંદરતા માટે જાણીતી છે. આવો જાણીએ તેની આવી જબરદસ્ત ફિટનેસ પાછળ શું છે રહસ્ય...

મલાઈકા અરોડાની ફિટનેસ પાછળનું એક મોટું કારણ તેની લાઈફસ્ટાઈલમાં છૂપાયેલું છે. જે ખરેખર જાણવા જેવું છે. 

મલાઈકા દિવસની શરૂઆત ધ્યાનથી કરે છે. ધ્યાન તેના મનને શાંત રાખવાની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યના સુધારમાં પણ મદદ કરે છે. 

મલાઈકા અરોડા યોગ કરે છે અને તેની ચમક તમે તેના ચહેરા પર જોઈ શકો છો. યોગ મલાઈકાને ફિઝિકલી ફીટ બનાવવામાં મદદ કરે છે. 

મલાઈકા દરરોજ કસરત પણ કરે છે. જેનાથી કેલેરી બર્ન થાય છે અને વજન સંતુલિત રાખી શકે છે. 

પરફેક્ટ ફિગર માટે મલાઈકા જિમમાં પરસેવો વહાવે છે. જેને તેના શરીરને એક શેપ અને સાઈઝમાં રાખવામાં મદદ કરે છે. 

મલાઈકા અરોડા ઘરનું ભોજન કરે છે. જે તેને ફિટ રાખવામાં મદદ કરે છે. અનેકવાર તે પોતે ખાવાનું બનાવતી જોવા મળે છે. 

મલાઈકા અરોડા ડાયેટમાં અનેક વસ્તુઓનું ધ્યાન રાખે છે. જેમ કે કેટલાક ખાસ શાકભાજી, ફળો, ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ ખાવા પર ભાર મૂકે છે. 

મલાઈકા અરોડા રેગ્યુલર સ્વીમિંગ કરે છે. સ્વીમિંગ એક એરોબિક કસરત છે. જેને કરવાથી સમગ્ર શરીરને ફિટ રાખવામાં મદદ મળે છે. 

મલાઈકા ખુશમિજાજમાં રહે છે અને આ માટે તે પોતાના મિત્રો, પરિવારના લોકો અને બાળક સાથે સમય પસાર કરે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link