ડ્રગ્સ કેસમાં વધુ એક જાણીતી અભિનેત્રીનું નામ ઉછળ્યું, સુશાંત સાથે પણ કર્યું હતું કામ
અભિનેત્રી લવીના લોધના આરોપો બાદ અનેક નામ સામે આવી રહ્યા છે. આ નામોમાંથી એક નામ ખામોશિયા ફિલ્મની અભિનેત્રી સપના પબ્બીનું પણ છે. NCBએ સપનાના મુંબઈ સ્થિતિ ઘરે સમન મોકલ્યું છે.
સપના પબ્બીએ 2015માં ફિલ્મ ખામોશિયાથી પોતાનું બોલીવુડ ડેબ્યુ કર્યું હતું.
સપના એક બ્રિટિશ અભિનેત્રી અને મોડલ છે. આ સાથે તે ભારતીય ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું નામ કમાવવાની કોશિશ કરે છે.
ફિલ્મો ઉપરાંત સપના OTT પ્લેટફોર્મ ઉપર પણ જોવા મળી હતી. તે સુશાંત સિંહ રાજપૂત સાથે 'અટેક' માં જોવા મળી હતી.
સપનાએ એક ટ્વીટ કરીને કહ્યું કે હાલ તે લંડનમાં પોતાના પરિવાર સાથે છે અને તે ભારત છોડીને ક્યાંય ગઈ નથી. ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ તે લંડન જતી રહી હોવાની વાતો વહેતી થઈ હતી.