માતા બન્યા પછી ખતમ થયું આ અભિનેત્રીનું બોલીવુડ કેરિયર

Tue, 07 Jul 2020-8:28 pm,

જેનેલિયા ડિસૂઝાએ વર્ષ 2003માં ફિલ્મ 'તૂઝે મેરી કસમ'થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ઉપરંત તેમણે તમિલ, તેલૂગૂ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જુલાઇ 2012ના રોજ જેલેનિયાએ બોલીવુડના એક્ટર રિતેશ દેશમુખ સાથે લગ્ન કરી લીધા હતા. આજે જેનેલિયા અને રિતેશને બે બાળકો છે. જેનેલિયા છેલ્લે વર્ષ 2014માં 'જય હો'માં કેમિયો રોલમાં જોવા મળી હતી. 

લારા દત્તા છેલ્લીવાર 2018માં ફિલ્મ 'વેલકમ ટૂ ન્યૂયોર્ક'માં જોવા મળી હતી. વર્ષ 2020માં વેબ સીરીઝ 'હંડ્રેડ'માં જોવા મળી હતી પરંતુ ફિલ્મોથી તેમણે અંતર બનાવી લીધું. લારા દત્તાએ વર્ષ 2011માં મહેશ ભૂપતિ સાથે લગ્ન કરી લીધા અને બંનેને એક બાળક છે. 

'ક્વીન' અભિનેત્રી લીઝા હેડન હાલ પોતાના પરિવાર અને બે બાળકોને પુરતો સમય આપી રહી છે. છેલ્લે તે વર્ષ 2016માં ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કેલ'માં જોવા મળી હતી. 

'મૈને દિલ તૂઝકો દિયા'થી વર્ષ 2002માં બોલીવુડમાં એન્ટ્રી કરનાર સમીરા રેડ્ડી આજે ઇંડસ્ટ્રીથી દૂર છે. વર્ષ 2012માં તે બોલીવુડની ફિલ્મ 'ચક્રવ્યૂહ'માં જોવા મળી હતી. સમીના આજે બે બાળકો છે. 

ટ્વિંકલ ખન્ના આજે પ્રોડક્શન ક્ષેત્રમાં એક્ટિવ છે. 'લવ કે લિયે કુછ ભી કરેગા' તેમની છેલ્લી ફિલ્મ હતી. આ વર્ષે તેમણે અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા હતા. બાળક થયા બાદ ટ્વિંકલ ખન્નાએ પોતાના અભિનય કેરિયરને અલવિદા કહી દીધું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link