અંડરવર્લ્ડના માફિયાઓ બોલિવૂડની આ સુંદર અભિનેત્રીઓ પર થયા ફિદા, ભોગવવું પડ્યું આવું પરિણામ
એકટ્રેસ મોનિકા બેદીને ડોન દાઉદ ઈબ્રાહીમના રાઈટ હેંડ કહેવાતા અબૂ સાલેમ સાથે પ્રેમ થયો. અબૂ સાલેમ સાથે પ્રેમ કરવો તે અભિનેત્રી મોનિકા બેદીના જીવનની સૌથી મોટી ભૂલ રહી હતી. વર્ષ 1998માં દુબઈમાં એક શોમાં હાજરી આપવા માટે મોનિકા બેદી ગઈ હતી. મોનિકા બેદીની મુલાકાત ત્યા અબૂ સાલેમ સાથે થઈ હતી. અબૂ સાલેમે પોતાની ઓળખ બિઝનેસમેન તરીકેની આપી હતી. મુંબઈ પરત આવ્યા બાદ 9 મહિના સુધી મોનિકાની અબૂ સાલેમ સાથે ફોન પર વાતચીત થતી હતી. ત્યારબાદ મોનિકાને જ્યારે ખબર પડી કે અબૂ સાલેમ કુખ્યાત ડોન છે જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ અને ગુલશન કુમારની હત્યા સહિતના ગુનામાં સંડોવાયલો છે ત્યારે ઘણુ મોડું થઈ ગયુ હતું.મોનિકા બેદી અબૂ સાલેમના પ્રેમમાં આંધળી થઈ ચૂકી હતી.કહેવાય છે કે અબૂ સાલેમ પ્રોડ્યુસરને ધમકી આપી મોનિકા બેદીને કામ અપાવતો હતો, ત્યારબાદ નકલી પાસપોર્ટ કેસમાં મોનિકા બેદીને 5 વર્ષની જેલની સજા થઈ. પોર્ટુગલથી મોનિકા અને અબૂને મુંબઈ પરત લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મોનિકાએ અબૂ સાલેમ સાથે સંબંઘ તોડી નાખ્યા હતા અને નવી જીંદગીની શરૂઆત કરી દીધી હતી.
બોલિવૂડમાં 90ના દાયકામાં એક સમયે મમતા કુલકર્ણીની બોલબાલા હતી. મમતા કુલકર્ણી તેની બોલ્ડ અદાઓ અને સુંદરતાના કારણે ચર્ચામાં રહેતી હતી. તિરંગા, આશિક આાવારા,વક્ત હમારા હૈ, ક્રાંતિવીર,કરણ અર્જુન સહિતની ફિલ્મોમાં કામ કરનાર મમતા કુલકર્ણીના પણ અંડરવર્લ્ડ સાથે તાર જોડાયેલા રહ્યા હતા. મમતા કુલકર્ણીનું નામ શરૂઆતમાં અંડરવર્લ્ડ ડોન 'છોટા રાજન' સાથે ચર્ચાયું હતું. કહેવાય છે કે છોટા રાજનના કારણે તેને 'ચાઈના ગેટ' ફિલ્મ મળી હતી. ચાઈના ગેટ ફિલ્મથી મમતાને કોઈ ફાયદો થયો નહોતો અને તેનું 'છમ્મા છમ્મા' ગીત ઉર્મિલા માતોડકરને મળી ગયુ હતું જે સુપરહિટ નીવડ્યુ હતું.
મમતા કુલકર્ણીનું ત્યારબાદ નામ ડ્રગ્સની હેરાફેરી કરનાર વિક્કી ગોસ્વામી સાથે નામ જોડાયું. કહેવાય છે કે મમતા વિક્કી જોડે દુબઈ અને કેન્યામાં રહી હતી. બંને 10 વર્ષ સુધી સાથે રહ્યા હતા. વર્ષ 2014માં પોલીસે કેન્યાથી મમતાની ધરપકડ કરી હતી.ડોન સાથે પ્રેમસબંધ બાંધનાર મમતા કુલકર્ણીએ ત્યારબાદ અધ્યાત્મિકતાનો રસ્તો સ્વીકાર્યો અને તે સાધ્વી બની ગઈ.
ડોન દાઉદ ઈબ્રાહીમ પહેલા હાજી મસ્તાનનો અંડરવર્લ્ડની દુનયામાં દબદબો હતો. હાજી મસ્તાન અંડરવર્લ્ડની દુનિયાનો પહેલો ડોન કહેવાતો હતો હાજી મસ્તાનનો બોલિવૂડ અભિનેત્રી સોના વચ્ચે અફેર રહ્યુ હતુ. હાજી મસ્તાન અને સોનાની પ્રેમકહાની પર આધારિત ફિલ્મ 'વન્સ અપન અ ટાઈમ ઈન મુંબઈ' ફિલ્મ બની હતી. હાજી મસ્તાન પહેલા અભિનેત્રી 'મધુબાલા'ની ખૂબસુરતીના દિવાના હતા, હાજી મસ્તાન મધુબાલા સાથે લગ્ન કરવા માગતા હતા. હાજી મસ્તાન મધુબાલાને પ્રેમનો એકરાર કરે તે પહેલા મધુબાલાનું અવસાન થઈ ગયુ હતું. ત્યારબાદ બોલિવૂડમાં મધુબાલાની હમશકલ કહેવાતી અભિનેત્રી સોના હાજી મસ્તાનના જીવનમાં આવી. હાજી મસ્તાને સોના સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને સોના લગ્ન માટે તૈયાર થઈ ગઈ. હાજી મસ્તાન પહેલેથી પરિણીત હતા. થોડા વર્ષો બાદ હાજી મસ્તાનનું નિધન થઈ ગયું અને તે બાદ સોનાની જીંદગી બદલાઈ ગઈ અને એવો સમય પણ આ અભિનેત્રીએ જોયો કે તેને બે ટંકનું ભોજન મેળવવા મુશ્કેલી પડતી હતી.
રામ તેરી ગંગા મૈલીથી મંદાકિની ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં રાતોરાત સ્ટાર બની હતી. વર્ષ 1985માં 'રામ તેરી ગંગા મૈલી' ફિલ્મમાં મંદાકિનીના બોલ્ડ અવતારે તે સમયે દેશભરમાં ચર્ચા જગાવી દીધી હતી. મંદાકિનીના દેશભરમાં હજારો ચાહકો થઈ ગયા હતા અને તેમાં ડોન દાઉદ ઈબ્રાહીમનો પણ સમાવેશ થાય છે. વર્ષ 1994-95માં દુબઈના શારજાહ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચમાં મંદાકિની ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે જોવા મળી હતી. બંનેના સાથેના ફોટા તે સમયે સમાચારપત્રોની હેડલાઈન બની ગયા હતા. બંનેના અફેરની ઘણી વાતો ચાલી પરંતું મંદાકિનીએ આ બધી વાતને ખોટી ગણાવી હતી. કહેવાય છે કે મંદાકિનીને ડોન દાઉદ ઈબ્રાહીમના કારણે અનેક ફિલ્મોમાં કામ મળ્યુ હતું. વર્ષ 1996માં મંદાકિની 'જોરદાર' ફિલ્મમાં જોવા મળી હતી અને ત્યારબાદ તેનું ફિલ્મી કારકિર્દી ખત્તમ થઈ ગઈ. મંદાકિનીએ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે લગ્ન કરી લીધા હતા.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના 90ના દાયકાની અભિનેત્રી અનિતા અયૂબ સાથે દાઉદનું અફેર રહ્યુ હતું. વર્ષ 1995માં ફિલ્મ પ્રોડ્યુસર જાવેદ સિદ્દિકીએ અનિતા અયૂબને ફિલ્મમાં કામ આપવા માટેની મનાઈ કરી દીધી હતી. ડોન દાઉદ ઈબ્રાહીમે તેનો બદલો લીધો અને દાઉદની ગેંગે પ્રોડ્યુસર જાવેદ સિદ્દિકીને ઠાર મારી દીધો હતો. દાઉદ ઈબ્રાહીમ અને અનિતા અયૂબની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.