Shah Rukh Khan થી લઈને Priyanka Chopra સુધીના આ સ્ટાર્સ જ્યારે ફિલ્મો નથી કરતા તે સમયે શું કરે છે? જાણો

Tue, 20 Jul 2021-11:19 am,

બોલિવુડના કિંગ શાહરૂખ ખાન ન માત્ર જબરદસ્ત અભિનેતા છે પરંતુ ખૂબ સફળ બિઝનેસમેન છે. શાહરૂખ IPL માં ક્રિકેટ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સના સહ માલિક છે. વર્ષ 2008માં શાહરૂખે અભિનેત્રી જૂહી ચાવલા સાથે કોલકત્તા નાઈટ રાઈડર્સની સહ સ્થાપના કરી હતી. શાહરૂખ-જૂહી ખૂબ સારા મિત્રો છે. કરોડોના ટર્નઓવર સાથે KKR  આઈપીએલની ધનિક ટીમોમાંથી એક છે. આ સાથે શાહરૂખ મોશન પિક્ચર પ્રોડકશન ફર્મ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના કો ચેરમેન પણ છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ નિર્માણ કંપની છે જે અન્ય સ્ટુડિયો અને ફિલ્મ નિર્માતાઓને VFX અને એનિમેશન સેવા આપે છે.  

શિલ્પા શેટ્ટી ( SHILPA SHETTY) પતિ રાજ કુંદ્રા સાથે જુદા જુદા બિઝનેસમાં જોડાયેલી છે. શિલ્પા મુંબઈમાં 'મોનાર્કો કલબ'ની માલિક છે. તે સાથે સાથે LOSIS સ્પા અને સલૂન ચેઈનની પાર્ટનર છે. શિલ્પા અને તેનો પતિ રાજ કુંદ્રા IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમના માલિક હતા પરંતુ વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે તેમના વિરુદ્ધ ચુકાદો આપતા ફ્રેન્ચાઈઝી વેચી મારી.

 

અનુષ્કા શર્માએ થોડા વર્ષો પહેલા 'નુશ' નામની ક્લોથની ચેઈન શરૂ કરી. આ સાથે અનુષ્કાએ તેના ભાઈની સાથે મળીને પ્રોડકશન હાઉસ શરૂ કર્યું. આ પ્રોડકશન હાઉસે 'NH 10', 'ફિલ્લોરી' અને 'પરી' જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું. આ પ્રોડકશન હાઉસની વેબસિરીઝ 'પાતાલ લોક' લોકોને ખૂબ પસંદ આવી.

 

બોલિવુડની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણેને પોતાના 'અપેરલ લાઈન ઓલ અબાઉટ યૂ' ની મદદથી ઘણા રૂપિયા મળે છે. અભિનેત્રીએ MYNTRA સાથે મળીને વર્ષ 2015માં 'ઓનલાઈન કલોથિંગ બિઝનેસ'ની શરૂઆત કરી હતી. વર્ષ 2013માં દીપિકા અને વૈન હુસૈને મહિલાઓ માટે ફેશન લાઈન શરૂ કરી

 

ન માત્ર ફિલ્મો પરંતુ બિઝનેસ સેકટરમાં સલમાન ખાન દબંગ છે. સલમાન ખાન 'બીઈંગ હ્યુમન' નામ સાથે દેશભરમાં ફેશન એસેસરીઝ અને કપડા સાથે મળે છે. મંધાના રિટેઈલ વેન્ડર્સે 'બીઈંગ હ્યુમન' બ્રાન્ડને લાઈસન્સ પણ આપ્યું છે.  

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ ન્યૂયોર્કમાં 'સોના' નામની રેસ્ટોરા શરૂ કરી છે. અભિનેત્રીને રેસ્ટોરન્ટ શરૂ કરતા 3 વર્ષનો સમય લાગ્યો હતો. ન માત્ર 'સોના'  રેસ્ટોરન્ટ પરંતુ એપ્રિલ 2021માં અભિનેત્રીએ સ્પાર્કલિંગ વોટર બ્રાન્ડ બોન વી!વી સ્પાઈક્ડ સેલ્ટજર સાથે મળીને એક નવું કામ શરૂ કર્યું જે અમેરિકામાં ચાલે છે

ઋત્વિક રોશન પોતાની પહેલી ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'  થી સ્ટાર બની ગયો હતો. ફિટનેસ ફ્રીક ઋત્વિક રોશને ફિટનેસ વિયર બ્રાન્ડ HRX 2013માં લોન્ચ કર્યુ હતું. આ સાથે ફિઝિકલ રિટેલ સ્ટોર્સને 'MYNTRA'માં ઓનલાઈન રોલ આઉટ કરવામાં આવ્યો છે. ઋત્વિક મુંબઈમાં સેન્ટર કલ્ટ નામના જીમનો માલિક છે. ઋત્વિકની બેંગ્લોરમાં ફિટનેસ જીમ કુરેફીમાં ઈક્વિટી હિસ્સેદારી છે.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link