Live In Relationship: આ સ્ટાર્સને પ્રેમમાં મળ્યો દગો, લિવ ઇન રિલેશનમાં રહેવા છતાં બીજા સાથે કરવા પડ્યા લગ્ન
ટીવી શો 'પવિત્ર રિશ્તા'થી અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાની નજીક આવ્યા હતા. સુશાંત સિંહની બોલીવુડમાં એન્ટ્રી મારતા જ તેના અને અંકિતા વચ્ચેનું અંતર વધવા લાગ્યું. સુશાંતનું મોત વર્ષ 2020 માં થયું હતું. ત્યારે અંકિતાએ તેના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્ન કરી લીધા છે.
પ્રિયંકા ચોપરા લગ્ન પહેલા ઘણી વખત તેના અફેરને લઇને ચર્ચામાં રહી હતી. તેનું નામ શાહિદ કપૂર સાથે પણ જોડાયું હતું અને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે બંને લિવ ઇન રિલેશનમાં રહેતા હતા. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પ્રિયંકાના ઘરે ઇનકમ ટેક્સના દરોડા પડ્યા અને શાહિદ ત્યાં હાજર હતો. પરંતુ સંબંધ વધારે સમય સુધી ટક્યો નહીં. પ્રિયંકાએ નિક જોનાસ જોડે લગ્ન કર્યા ત્યારે શાહિદ કપૂરે અરેન્જ મેરેજ કર્યા હતા.
કેટરિના કૈફ અને રણબીર કપૂર બોલીવુડનું એક ફેમસ કપલ હતું. આ કપલની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. પરંતુ સમય સાથે તેમના વચ્ચે અંતર વધવા લાગ્યું અને બંને પોતાનો માર્ગ અલગ કરી દીધો. કેટરીનાએ વિક્કી સાથે લગ્ન કર્યા ત્યારે રણબીરે પણ આલિયા સાથે લગ્ન કરી લીધા છે.
બોલીવુડ એક્ટ્રેસ લારા દત્તા અને ભૂટાની એક્ટર કેલી ડોર્સી ઘણા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લાંબા સમય સુધી બંને લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. એટલું જ નહીં બંનેના લગ્નના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ બંને વચ્ચે બ્રેકઅપ થયું અને લારા દત્તાએ મહેશ ભૂપતિ સાથે લગ્ન કરી લીધા.
જોન અબ્રાહમ અને બિપાશા બાસુ બોલીવુડનું હોટ કપલ કહેવાતું હતું. લોકો આ બંનેના લગ્નની રાહ જઈ રહ્યા હતા. પરંતુ અચનાક આ બંનેના બ્રેકઅપના સમાચાર લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. આ કપલ નવ વર્ષથી વધુ સમય સુધી લિવ ઇન રિલેશનમાં રહ્યું હતું. જો કે, જોન અબ્રાહમે પ્રિયા રુંચલ સાથે લગ્ન કર્યા, ત્યારે બિપાશા બાસુએ પણ કરણ સિંહ ગ્રોવરને પોતાનો જીવનસાથી પસંદ કર્યો હતો.