PHOTOS:લહેરાતા વાળ, કપાળ પર બિંદી... બ્લેક સૂટમાં...ધૂમ મચાવી રહી છે આ અભિનેત્રી
મોની રોયના ઈન્સ્ટાગ્રામ પર ઢગલાબંધ ફોલોઅર્સ છે. સતત તેના ચાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તસવીરો જોઈને તમે પણ દિવાના થઈ જશો
તેના દમદાર અભિનય માટે જાણીતી મૌનીને ફેશન આઇકોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે અને તેના ચાહકો પણ તેની સ્ટાઇલને પસંદ કરે છે. અભિનેત્રીનો સિમ્પલ લુક તાજેતરમાં શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે, જે ચાહકોનું દિલ જીતી રહી છે.
મૌની રોયની આ નવી સુંદર તસવીરો ફરી એકવાર ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. શેર કરેલી તસવીરોમાં અભિનેત્રી બ્લેક સૂટમાં જોવા મળે છે.ખુલ્લા વાળ..કપાળ પર એક નાનકડી બિંદી...ચહેરા પર સ્મિત....અભિનેત્રીનો આ અંદાજ ચાહકોને પસંદ છે.
આ સુંદર તસવીરો શેર કરતી વખતે, મૌની રોયે એક સુંદર કેપ્શન પણ લખ્યું, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. અભિનેત્રીએ તેના કેપ્શનમાં લખ્યું હતું કે, 'એટલો ઉત્સાહ..એટલો જોશ...' આ કેપ્શન પણ હિટ થઈ ગયું.
જો એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે વર્ષ 2006માં 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'થી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે 'દેવોં કે દેવ મહાદેવ'થી લઈને 'નાગિન' અને તેની સિક્વલ 'નાગિન 2'માં જોવા મળી હતી. મૌનીએ અક્ષય કુમારની 'ગોલ્ડ', જોન અબ્રાહમની 'રોમિયો અકબર વોલ્ટર', રાજકુમાર રાવની 'મેડ ઇન ચાઇના' અને રણબીર કપૂરની ફિલ્મ 'બહ્માસ્ત્ર' સહિત ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.