`બે-ચાર મહિના દિવસ-રાત મારી જોડે શૂટિંગ કરતા, પછી અચાનક ફિલ્મમાં કોઈ બીજીને લઈ લેતા`

Wed, 10 Apr 2024-11:58 am,

ટીવીની જાણીતી અભિનેત્રી એરિકા ફર્નાન્ડિસ ઘણા શોમાં જોવા મળી છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કરી હતી. જ્યારે તેણી નિનિંદેલ, વિરાટ્ટુ, ઈનથુ ઈનથુ આઈન્થુ અને બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી, ત્યારે દક્ષિણ ઉદ્યોગમાં કામ કરવું તેના માટે ખૂબ જ ખરાબ અનુભવ હતો.એરિકાએ કહ્યું કે તેને બોલિવૂડમાં સૌથી વધુ નેપોટિઝમનો સામનો કરવો પડ્યો હતો.

તાજેતરમાં જ એરિકા ફર્નાન્ડિસે મનોરંજનની દુનિયામાં પોતાના અનુભવો વિશે ખુલીને વાત કરી હતી અને કહ્યું હતું કે ટીવીમાંથી ફિલ્મોમાં આવવા માટે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે તેના હાથમાં કેટલા પ્રોજેક્ટ આવ્યા, પરંતુ ભત્રીજાવાદ અને ઘણી સમસ્યાઓના કારણે તે તેના હાથમાંથી નીકળી ગયા છે. જેને પગલે હિરોઈનનું પત્તું કપાયું છે.  

એરિકાએ જણાવ્યું કે તેણે સાઉથની એક ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું, બાદમાં મીડિયા રિપોર્ટ્સ દ્વારા ખબર પડી કે તેને રિપ્લેસ કરવામાં આવી છે. એક ઈન્ટરવ્યુમાં એરિકાએ કહ્યું, 'એક સમય એવો હતો જ્યારે હું સાઉથની એક ફિલ્મમાં કામ કરતી હતી, જેના માટે મેં 2-3 દિવસ સુધી શૂટિંગ કર્યું હતું અને પછી મને મીડિયા દ્વારા ખબર પડી કે મારી બદલી કરવામાં આવી છે. એટલેકે, મારા બદલે કોઈ બીજી અભિનેત્રીને રિપ્લેશ કરી દેવામાં આવી છે. હું બોલીવુડમાં કેમ નથી એવા પ્રશ્નો પણ મને પૂછવામાં આવે છે. 

એરિકાએ એમ પણ જણાવ્યુંકે, 'ઘણી વખત એવું બન્યું છે કે તમે ઓડિશનમાં જાઓ છો, તે ક્ષણે પહોંચો છો જ્યાં બધું બરાબર થઈ જાય છે, પરંતુ પછી તમારી જગ્યાએ કોઈ જાણીતો ચહેરો આવી જાય છે. અથવા તો કોઈ સ્ટાર કિડ કમને રિપ્લેસ કરી દે છે. હું ફિલ્મોમાંથી ટીવીમાં પરત ફરી ત્યારે લોકોએ પૂછ્યું કે, તું કેમ ટીવીમાં પરત ફરી. ત્યારે મારે ખુલાસો કરવો પડ્યો કે અહીં ટીવી એક્ટરનું મહત્વ નથી.  તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર ઉદ્યોગમાં તેના અનુભવને યાદ કર્યો અને કહ્યું કે કેવી રીતે તેણીને પણ બોલીવુડમાં નેપોટિઝમનો ભોગ બનવું પડ્યું અને ઘણી ફિલ્મો તેના હાથમાંથી છીનવાઈ ગઈ.

અભિનેત્રીએ વધુમાં કહ્યું, 'મારા માટે મારું કામ સૌથી અગત્યનું છે. મને મારા કામ પર ગર્વ છે. પછી તે કોઈપણ પ્લેટફોર્મ હોય કે કોઈપણ ફોર્મેટ. એરિકાએ એ પણ કબૂલ્યું હતું કે તેને બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો. સમય જતાં, એરિકા બધુ સમજી ગઈ અને ધીરે ધીરે તેણે પોતાની જાતને સંભાળી. એરિકા હાલમાં એમેઝોન મિની ટીવીના લેટેસ્ટ શો 'લવ અધુરા'માં જોવા મળી રહી છે, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે તેને કોઈ ઓળખની જરૂર નથી. ભલે તે હિરોઈન ના બની શકી પણ ટીવી ઈન્ડસ્ટ્રીઝનો આ જાણીતો ચહેરો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link