TV ACTRESS: બબ્બે વાર સેટલ થયા પછી પણ ટીવીની આ હસીનાઓ રહી ગઈ સિંગલ!
શ્વેતા તિવારીએ તેના પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે કર્યા હતા, ત્યારબાદ તેણે અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ શ્વેતાના બીજા લગ્ન પણ ચાલી શક્યા નહીં.
ચારુ અસોપાના પ્રથમ લગ્ન માત્ર 18 વર્ષની ઉંમરે થયા હતા, ત્યારબાદ ચારુએ વર્ષ 2019માં રાજીવ સેન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં અને બંનેએ છૂટાછેડા લઈ લીધા.
ચાહત ખન્નાએ પહેલા લગ્ન ભરત નરસિમ્હાની સાથે કર્યા હતા, જેમનાથી અલગ થયા બાદ ચાહતે વર્ષ 2013માં ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ અભિનેત્રીના આ લગ્ન પણ તૂટી ગયા હતા.
અભિનેત્રી સ્નેહા વાઘે તેના પ્રથમ લગ્ન અવિશકાર દરવેકર સાથે કર્યા હતા, જેમાં તેને ઘરેલુ હિંસાનો શિકાર બનવું પડ્યું હતું. આ પછી, અભિનેત્રીએ ઇન્ટિરિયર ડિઝાઇનર અનુરાગ સોલંકી સાથે બીજા લગ્ન કર્યા, પરંતુ તે પણ માત્ર 8 મહિનામાં જ તૂટી ગયું.
અભિનેત્રી દીપશિખા નાગપાલે પહેલા જીત ઉપેન્દ્ર સાથે લગ્ન કર્યા, ત્યારબાદ બંને 10 વર્ષ પછી અલગ થઈ ગયા. આ પછી દીપશિખાએ કેશવ અરોરા સાથે બીજા લગ્ન કર્યા, પરંતુ તે પણ તૂટી ગયું.