18 વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રી છોડનાર આ મુસ્લિમ અભિનેત્રીએ બોલિવૂડને આપી શાનદાર ફિલ્મો
)
Zaira Wasim Photos: એક એવી અભિનેત્રી જેણે પહેલી જ ફિલ્મથી લોકોના દિલોમાં મેળવી લીધું હતું સ્થાન. તેનો માસુમ ચહેરો અને તેની સાદગીએ સૌ કોઈને તેના દિવાના બનાવી દીધાં હતાં.
)
આ સિવાય ઝાયરાએ 'સીક્રેટ સુપર સ્ટાર 2017'માં કામ કર્યું હતું. આ ફિલ્મ એક ગાયક કલાકાર પર આધારિત છે.
)
ઝાયરા વસીમ એક એવી અભિનેત્રી છે જેણે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં મોટું નામ બનાવ્યું છે. પરંતુ હવે તેણે બોલિવૂડ છોડી દીધું છે.
ઝાયરા વસીમે બોલિવૂડને અલવિદા કરતા પહેલા ઘણી શાનદાર ફિલ્મો આપી. તેણે આમિર ખાનની ફિલ્મ 'દંગલ 2016'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
આ ફિલ્મ રેસલર ગીતા ફોગટના જીવન પર આધારિત છે. આ ફિલ્મ એટલી જબરદસ્ત હતી કે તેણે આખી દુનિયામાં 2000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ઝાયરાએ 2019ની ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક'માં કામ કર્યું હતું. આ ફિલ્મ એક બીમાર છોકરી પર આધારિત છે.
ઝાયરા વસીમ જમ્મુ-કાશ્મીરની છે. તેની માતા શિક્ષિકા છે. તેના પિતા જમ્મુ અને કાશ્મીર બેંકમાં એક્ઝિક્યુટિવ મેનેજર છે.
ઝાયરા વસીમને 'પ્રાઈમ મિનિસ્ટર નેશનલ ચિલ્ડ્રન એવોર્ડ' પણ મળ્યો છે. આ સિવાય તેમને નેશનલ ફિલ્મ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
ઝાયરા વસીમે 30 જૂન 2019 ના રોજ જાહેરાત કરી કે તે હવે બોલિવૂડને અલવિદા કહી રહી છે. આ પછી તેણે ઇસ્લામનો માર્ગ અપનાવ્યો.