Beautiful IAS: સ્માર્ટનેસમાં બોલીવુડ હીરોઇન્સને પણ કરી દે છે ફેલ, તમે પોતે જોઇ લો PHOTOS
તેમાંથી જ એક છે દિલ્હીની વિશાખા યાદવ (Vishakha Yadav), જેમણે પહેલાં બે પ્રયત્નમાં પ્રીલિમ્સમાં સફળતા મળી શકી નહી પરંતુ ત્રીજા પ્રયત્નમાં ઓલ ઇન્ડીયા ટોપર બની ગઇ.
વિશાખા યાદવ (Vishakha Yadav) દિલ્હીના દ્રારકાની રહેવાસી છે અને તેમની સ્કૂલિંગ દિલ્હીમાં જ થઇ છે. વિશાખા બાળપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી અને દસમા ઉપરાંત બારમામાં પણ ડિસ્ટ્રીકશન મેળવ્યો હતો.
12 મા પછી તેમણે દિલ્હી ટેક્નોલોજીકલ યૂનિવર્સિટીમાંથી તેમણે એન્જીનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી. વિશાખા કોલેજમાંથી જ પ્લેસમેંટ દ્વારા સિલેક્ટ થઇ ગઇ અને તેમની સેલરી લાખોમાં હતી.
બે વર્ષ નોકરી કર્યા બાદ વિશાખા યાદવને લાગ્યું કે તેમની મંજીલ આ નથી અને તેમણે સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરવાનો નિર્ણય કર્યો. તેમાં તેમના પરિવારે પણ તેમને સાથ આપ્યો.
નોકરીને છોડીને યૂપીએસસીની તૈયારી કરવાનો નિર્ણય વિશાખા યાદવ માટે ખૂબ મુશ્કેલ સાબિત થયો, કારણ કે પહેલાં બે પ્રયત્નોમાં તે પ્રીલિમ્સ પરીક્ષા પણ પાસ કરી શકી નહી. જોકે સતત બે અસફળતા છતાં તેમણે હાર ન માની અને ત્રીજા પ્રયત્ન માટે તૈયારીઓ શરૂ કરી.
વિશાખા યાદવે બે અટેમ્પ્ટની ભૂલોને સુધારીને આકરી મહેનત કરી અને સારી રણનીતિથી સફળતા પ્રાપ્ત કરી. વિશાખાએ ત્રીજા પ્રયત્નમાં સિવિલ સર્વિસ એક્ઝામમાં ઓલ ઇન્ડીયામાં છઠ્ઠો રેન્ક પ્રાપ્ત કર્યો અને આઇએએસ બનવામાં સફળ રહી.
વિશાખા યાદવે કહ્યું કે સિવિલ સર્વિસની તૈયારી કરવા માટે દરરોજ 6 થી 8 કલાક અભ્યાસ કરવો જરૂરી છે. આ ઉપરાંત ઘણા પુસ્તકોને બદલે કેટલાક સિમિત પુસ્તકો પર ફોકસ કરવું ફાયદાકારક સાબિત થાય છે.
ભણવાની સાથે જ જવાબ લખવાનો પણ અભ્યાસ કરો, પોતાની ભૂલોને સમજે અને તેને સતત સુધારતા દરરોજ સારું કરવા પર ધ્યાન આપો.
પોતાની અસફળતાઓ પર વાત કરતાં વિશાખા કહે છે કે પહેલાં બે અટેમ્પ્ટમાં રિસોર્સ વધુ રાખવાના લીધે વ્યવસ્થિત રિવીઝન કરી શકી નહી અને સાથે જ ઓછા ટેસ્ટ સીરીઝ જોઇન કરવાનું પણ નુકસાન થયું.
તે કહે છે કે તેમણે પરીક્ષા પહેલાં ઘણા ઓછા મોક ટેસ્ટ આપ્યા હતા અને તેના લીધે જેટલી જોઇતી હતી એટલી તેમની પ્રક્ટિસ થઇ શકી ન હતી.