Horror Movies: સત્ય ઘટના પર આધારિત છે બોલીવુડની આ હોરર ફિલ્મો, તમે જોઈ છે કે નહીં આ ફિલ્મો ?

Wed, 31 Jul 2024-12:31 pm,

સત્ય ઘટના પર આધારિત આ હોરર ફિલ્મોમાંથી કેટલીક હોરર ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મોને લોકોએ ખૂબ પસંદ કરી હતી. તો ચાલો તમને જણાવીએ સાચી ઘટનાઓ પર આધારિત હોરર ફિલ્મો વિશે. 

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ સ્ત્રી ફિલ્મનું આવે છે. 2018માં આ ફિલ્મનો પહેલો પાર્ટ રિલીઝ થયો હતો અને હવે તેનો બીજો પાર્ટ રિલીઝ થવાનો છે. આ ફિલ્મ કર્ણાટકના નાલે બા પર આધારિત છે. માન્યતા છે કે અહીંના એક ગામમાં ડાયન આવે છે અને કોઈ ઓળખીતાનો અવાજ કાઢી દરવાજો ખખડાવે છે. જે વ્યક્તિ ઘરની બહાર આવે છે તેનું મોત થઈ જાય છે. 

વર્ષ 2011માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જાનવી કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ વિશે પણ માનવામાં આવે છે કે તે એક મહિલાની કહાની છે જેના લગ્ન તેની ઈચ્છા વિરુદ્ધ થઈ રહ્યા હતા અને તેના કારણે તેને નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. 

આ લિસ્ટમાં ત્રીજું નામ આવે છે ફિલ્મ રાગીની MMS. આ ફિલ્મ ની કહાની દિલ્હીમાં રહેતી 22 વર્ષની યુવતી દીપિકા પર આધારિત છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link