Father`s Day 2023: સંતાનો માટે માતાની ભૂમિકા ભજવે છે આ બોલિવૂડ સેલેબ્સ પિતા!
Karan Johar:
કરણ જોહરઃ સિંગલ ફાધર્સની યાદીમાં કરણ જોહરનું નામ સૌથી પહેલા આવે છે. કરણ જોહરને યશ અને રૂહી નામના બે જોડિયા બાળકો છે. જેનો જન્મ વર્ષ 2017માં સરોગસી દ્વારા થયો હતો. કરણ જોહર સોશિયલ મીડિયા પર તેના બાળકો સાથે સમય પસાર કરતી વખતે ઘણીવાર ફોટા અને વીડિયો શેર કરે છે અને તેમના પર પ્રેમ વરસાવવાની કોઈ તક છોડતો નથી.
Tusshar Kapoor:
તુષાર કપૂરઃ અભિનેતા તુષાર કપૂર વર્ષ 2016માં સરોગસી દ્વારા પુત્રનો પિતા બન્યો હતો. તુષાર કપૂરે પોતાના કામની સાથે સિંગલ ફાધર તરીકેની તમામ જવાબદારીઓ પણ નિભાવી છે. અભિનેતા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના પુત્ર સાથેની તસવીરો અને વીડિયો શેર કરતો જોવા મળે છે.
Kamal Haasan:
કમલ હાસનઃ સુપરસ્ટાર કમલ હાસને પત્ની સારિકાથી અલગ થયા બાદ એકલા હાથે દીકરીઓ શ્રુતિ હાસન અને અક્ષરા હસનનો ઉછેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, કમલ હાસનની દીકરી શ્રુતિ હાસન પણ એક ફેમસ એક્ટ્રેસ છે, જેણે સાઉથની સાથે સાથે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
Rahul Dev:
રાહુલ દેવઃ અભિનેતા રાહુલ દેવ હિન્દી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા માટે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. પત્નીના અવસાન બાદ અભિનેતા રાહુલ પોતાના પુત્ર સિદ્ધાર્થને એકલા હાથે ઉછેરી રહ્યો છે. અભિનેતા તેની અંગત જીવન વિશે ખૂબ જ ગુપ્ત છે પરંતુ એક મુલાકાતમાં તેણે તેના સિંગલ ફાધરના અનુભવ વિશે વાત કરી.
Chandrachur Singh:
ચંદ્રચૂર સિંહઃ બોલિવૂડ એક્ટર ચંદ્રચૂર સિંહે 2007માં પુત્રના જન્મ બાદ ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. હવે અભિનેતા વર્ષ 2020 માં સુષ્મિતા સેનની આર્ય સાથે ઇન્ડસ્ટ્રીમાં પાછો ફર્યો છે. ચંદ્રચુર સિંહ છેલ્લે અક્ષય કુમારની કટપુતલી ફિલ્મમાં જોવા મળ્યો હતો.