Bollywood ની સૌથી ગ્લેમરસ MOM, ફિટનેસ જોઈને તમને પણ લાગશે નવાઈ
શિલ્પા શેટ્રી કુન્દ્રા આજે 2 બાળકોની માતા છે. શિલ્પા શેટ્ટીએ પુત્ર વિયાનને વર્ષ 2012માં જન્મ આપ્યો હતો. જે બાદ 2020માં તેમને સેરોગેસીની મદદથી એક પુત્રીની માતા બન્યા છે. ત્યારે આજે પણ શિલ્પા શેટ્ટી 20 વર્ષની કોઈ યુવાન છોકરી જેવા જ દેખાઈ છે.
બોલીવુડના કબીરસિંહ એટલે કે શાહીદ કપૂરની સુંદર પત્ની મીરા 2 બાળકોની માતા છે, છતાં પણ એકદમ ફિટ દેખાઈ છે. તેમને પુત્રી મીશાને વર્ષ 2016માં અને પુત્રને વર્ષ 2018માં જન્મ આપ્યો હતો. જો કે આજે પણ તેઓ ખૂબ જ સુંદર અને ફિટ દેખાઈ છે.
મલાઈકા અરોરાની ફિટનેસ પાછળ કોરોડો ફેન્સ પાગલ છે. 46 વર્ષની ઉંમરે પણ મલાઈકા 26 વર્ષના હોય તેવા લાગે છે. મલાઈકાએ વર્ષ 2002માં અરબાઝ ખાનના પુત્ર અરહાન ખાનને જન્મ આપ્યો હતો. જો કે, આજે પણ કોઈ મલાઈકાને જોઈને ન કહી શકે કે, તેમને એક પુત્ર હશે.
પોતાની બહેન કરીના કપૂર ખાનની જેમ જ કરિશ્મા કપૂર પણ એકદમ ફિટ છે. સુપર ફિટનેસ મોમમાં કરિશ્મા કપૂરનું નામ પણ શામેલ છે. કરિશ્માને 2 બાળકો છે. 46 વર્ષની ઉંમરે કરિશ્મા યોગાથી ખુદને એકદમ ફિટ રાખે છે.
ફિટ અને સેક્સી મોમ એટલે કરીના કપૂર ખાન. કરીનાએ વર્ષ 2016માં તૈમૂરને જન્મ આપ્યો હતો. અને તે બાદ હમણાં થોડા સમય પહેલાં બીજા બેબીને પણ જન્મ આપ્યો. જો કે કરીના પોતાની ફિટનેસને લઈને એટલી સતર્ક છે કે તેમને જોઈને કોઈ ન કહી શકે કે તેઓ 2 બાળકોની માતા છે. કરીના કપૂર મા બન્યા બાદ પહેલા કરતાં પણ વધારે સુંદર લાગે છે.